વડોદરા: કોરોનાની સંભવિત ચોથી લહેરને પગલે વડોદરા નું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો માં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાય છે ઓક્સિજનની સગવડતા વાળા 50 50 બેડ ની તૈયારી કરવામાં આવી છે આ ઉપરાંત કોરોના દર્દીઓમાં વધારો થાય ત્યારે અન્ય જનરલ ભેળ પણ કોરોનાના દર્દીઓ માટે ફાળવણી કરી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજયમાં ઓમીક્રોનના સબ વેરીએન્ટ જીએફ 7નો હાઉ છે.ત્યારે વડોદરા શહેરનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
શહેરના ચારેય ઝોનમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા કોરોનાના સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેમાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે જો અચાનક કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો એ પરિસ્થિતિ સામે આગોતરા આયોજનના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે.વડોદરા મહાનગરપાલિકાના છાણી અટલાદરા અને માંજલપુર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ નિર્માણ પામેલા અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કોરોનાના દર્દીઓ માટે અલાયદા બેડની તાત્કાલિક સુવિધાની તૈયારીઓ ઉભી કરવામાં આવી છે. સાથે જ વધારાના જનરલ બેડ પણ આવા દર્દીઓ માટે ફેરવી દેવાની તૈયારી રાખવામાં આવી છે.આ ઉપરાંત ઓક્સિજનની પણ સગવડ ઊભી કરાઈ છે.
છાણી અટલાદરા અને માંજલપુર વિસ્તારના આસપાસના લોકોને કોરોનાના દર્દીઓ માટે યોગ્ય સુવિધા મળી રહે અને એક ફફડાટ ભર્યા વાતાવરણમાં થતી ભાગદોડને અટકાવી શકાય તેવા હેતુસર આ ત્રણ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે 50 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.આ ઉપરાંત જરૂર જણાઈ આવે તો જનરલ દર્દીઓ માટે પણ રાખવામાં આવેલી જગ્યા પર કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવશે તેમ પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સબ સલામત હોવાના દાવા ખોટા પડ્યા
કરોડોના ખર્ચે તૈયાર કરેલ આધુનિક સુવિધાઓથી સજ્જ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અટલાદરા ખાતે સબ સલામત હોવાના તંત્રના દાવાની પોલ ઉઘાડી પડી હતી.છાણી અને માંજલપુરના સીએચસીસેન્ટરોમાં કોવિડ બેડની સાથે અન્ય તૈયારીઓ જોવા મળી રહી છે.પરંતુ અટલાદરા સીએચસી સેન્ટરમાં હજી તો પથારીનાં ઠેકાણાં નથી. શહેરના કેટલાક જાગૃત મીડિયા કર્મીઓ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચતા જ હાજર ડોક્ટરે તુરંત ફરજ પરના સ્ટાફને બોલાવી બેડ પર ગાદલા અને ચાદર નાખી કોરોનાની સંભવિત લહેર સામે લઢવા તૈયારીઓ શરૂ કરી હતી.જોકે આ મામલે ફરજ પર હાજર જવાબદાર તબીબે કોઈપણ જાતની માહિતી તથા કોઈપણ જાતની પ્રતિક્રિયા આપી નહીં હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.