Vadodara

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી જોવા મળ્યો VIP રોડ પર બે યુવતીને અડફેટે લેતા ઇજા

વડોદરા: આજે બનેલી ઘટના એ સાબિત કરે છે કે વડોદરા મા રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે થોડા વર્ષો મા  વડોદરામાં રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ વડોદરા ના મેયર કેયુર રોકડીયા એક્શનમાં આવ્યા હતા.પરંતુ આ એક્શન કેટલો સમય ચાલ્યુ તે મોટો સવાલ છે. પહેલા જેવી જ સ્થિતિ બનવાની શરૂ થઇ ગઇ છે. હવે શહેરમાં વધુ નાગરિકો રસ્તા ઢોરનો શિકાર ન બને તે માટે તંત્રએ એક્શન લેવાની ખૂબ જરૂર છે.

એક સમયે વડોદરા શહેર મા રખડતા ઢોરનો ત્રાસ એટલો વધી ગયો હતો કે અનેક લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને ઇજા થઇ હતી. જ્યારે પાલિકાએ પણ રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ વાત હતી ચૂંટણી પહેલાના સમયની. હવે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ફરી જાણે રખડતા ઢોર રસ્તા પર ઉતરી આવ્યા હોય એવુ લાગે છે. અથવા તો પકડવામાં આવતા નથી.આજે બનેલી ઘટના ના કારણે ફરી વડોદરા ના નગરજનો મા ફરી ફફડાટ જોવા મળ્યો છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર વડોદરામાં રખડતા ઢોરને અડફેટે આવતા બે યુવતીઓ ઇજાગ્રસ્ત થઇ હતી. આજે સવારે કોલેજ જતી બે યુવતી અમીશા મેવાડા (રહે. ડ્રિમ ગાર્ડન, આજવા રોડ) અને તુલસી યાદવ ન્યુ વી.આઇ.પી રોડ પર ગાયે અડફેટે લીધી હતી. બન્ને મિત્ર કોલેજ જઇ રહી હતી ત્યારે અચાનક રસ્તા પર ગાય આવી જતા બન્ને યુવતીઓ નીચે પકડાય હતી. બન્ને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક યુવતીને માથાના ભાગે અને પગમાં ઇજા પહોંચી હતી. જેને સયાજીગંજ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

Most Popular

To Top