National

પેરિસ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: એર ઈન્ડિયાની (Air India) ફ્લાઇટનું દિલ્હી (Delhi) એરપોર્ટ (Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ દિલ્હીથી પેરિસ જઈ રહી હતી. 231 મુસાફકોને લઈ પેરિસ (Paris) જવા માટે નીકળેલી ફ્લાઇટમાં અચાનક જ સમસ્યા સર્જાય હતી. મળતી માહિતી અનુસાર પ્લેનમાં ફ્લેપની સમસ્યાના કારણે ફ્લાઇટને પરત દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટ દિલ્હીથી પેરિસ જઈ રહી હતી
દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઇટમાં ગંભીર સમસ્યા સર્જાત ફ્લાઇટને પરત દિલ્હી એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI143 (દિલ્હી-પેરિસ)ને પરત બોલાવવામાં આવી હતી. હાલમાં દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ વિમાનમાં કુલ 231 મુસાફરો હાજર હતા.

પ્લેનના ફ્લેપમાં સમસ્યા હોવાનું જાણવા મળ્યું
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્લેનમાં ફ્લૅપની સમસ્યા સર્જાય હતી. આ કારણે તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફ્લૅપ કોઈપણ એરક્રાફ્ટનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. તેના દ્વારા લેન્ડિંગ એરસ્પીડને નિયંત્રિત કરવામાં આવે છે. જો તેમાં ટેક્નિકલ ખામી હોય તો લેન્ડિંગ એરસ્પીડ વધી જાય છે. જેના કારણે વિમાનના લેન્ડિંગમાં સમસ્યા ઉદ્દભવે છે. હવે એર ઈન્ડિયાના વિમાનમાં ફ્લૅપ થવાને કારણે શું સમસ્યા થઈ, તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ અગાઉ પણ ઘણી એરલાઈન્સના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે
તમને જણાવી દઈએ કે આ ઘટના પહેલીવાર નથી કે જ્યારે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ આ રીતે થયું હોય. માત્ર સ્થળ અલગ હોય શકે અને એરલાઈન્સ અલગ હોઈ શકે છે, પરંતુ આ પ્રકારનું ઈમરજન્સી લેન્ડિંગ ઘણી વખત જોવા મળ્યું છે. થોડા દિવસો પહેલા હૈદરાબાદથી દુબઈ જઈ રહેલા એર ઈન્ડિયાના A320 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારબાદ તે પ્લેનનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ નંબર AI-951ની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે વિમાનને ઉતાવળમાં વાળવામાં આવ્યું હતું. આ દરમિયાન વિમાનમાં 143 મુસાફરો હતા.

બીજી તરફ 18 નવેમ્બરે ઈન્ડિગોની ફ્લાઈટ ટેકનિકલ ખામીના કારણે કોલકાતા એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટે 156 મુસાફરોને લઈને કોલકાતા એરપોર્ટથી સવારે 10:05 વાગ્યે મુંબઈ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ તેમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. અને ત્યાર બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top