અમદાવાદ: નવા વર્ષ તો બદલાયું પણ મધ્યવર્ગની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. નવા વર્ષની શરૂઆતના 4 દિવસમાં જ સામાન્ય લોકો પર બે વાર મોંઘવારીનો (inflation) માર પડ્યો છેે. ત્યારે હવે રાજ્યમાં CNG-PNGના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ (Gujarat Gas) દ્વારા CNG-PNGની કિંમતોમાં 5 ટકાનો વધારો કરાયો છે.
વર્ષ 2023ની શરૂઆત થતા જ સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. આ મોંઘવારીની આફત રાજ્યના સામાન્ય લોકો પર પડી છે, જ્યાં વાહનોમાં વપરાતો સીએનજી અને રસોડામાં વપરાતો પીએનજી મોંઘો (CNG-PNG રેટ હાઈક) થયા છે. ગુજરાતમાં ગેસ પુરવઠો સંભાળતી ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. CNG-PNGમાં વધેલા દર આજથી જ લાગુ કરી દેવામાં આવ્યા છે.
જાણો હવે કેટલી છે કિંમત
ગુજરાત ગેસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજથી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ગુજરાત ગેસના 1 કિલો સીએનજીનો ભાવ વધીને 78.52 રૂપિયા થશે. આ સાથે જ PNGની કિંમત વધીને રૂ. 50.43 SCM (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) થઈ ગઈ છે. બંને ગેસમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે ગુજરાત ગેસથી ઔદ્યોગિક ગ્રાહકોને રાહત મળી છે. અહીં ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે જ LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધી ગયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય લોકોને મોંધવારીનો જારદાર ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ રાજધાની દિલ્હી ખાતે 1 જાન્યુઆરી 2023ના રોજ LPG ગેસ સિલિન્ડરનો નવો ભાવ રજુ કર્યો છે.
વર્ષના પ્રથમ દિવસે એલપીજી મોંઘો થયો
2023નો પ્રથમ દિવસ સામાન્ય લોકો માટે મોંઘવારીના નવા હપ્તા સાથે શરૂ થયો હતો. 1 જાન્યુઆરીએ સરકારી તેલ કંપનીઓએ દેશભરમાં કોમર્શિયલ એલપીજી (LPG)ના ભાવમાં વધારો કર્યો હતો. જોકે, આનાથી ઘરેલું રાંધણ ગેસ પર કોઈ અસર થઈ નથી. પરંતુ જે લોકો ઘરની બહાર ખાવા માટે મજબૂર છે તેમના માટે થાળી મોંઘી પડી શકે છે. સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2021થી નવેમ્બર 2022 સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 ટકાનો વધારો થયો હતો, પરંતુ ભારતમાં માત્ર 84 ટકાનો વધારો થયો હતો. જેના કારણે ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.