Business

સુરતની 100 વર્ષ જૂની કોલ્ડ્રીંક બ્રાન્ડ સોસિયો હજુરી રિલાયન્સની ભાગીદાર બની

સુરત: સુરતની 100 વર્ષ જૂના પોતીકા કોલ્ડ્રીંક સોસ્યો બ્રાન્ડને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો સાથ મળ્યો છે. સુરતના લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સની પેટા કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એફએમસીજી આર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (RRVL) દ્વારા આજે સોસ્યો હજુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 50 ટકા ઈક્વિટિ મેળવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. હજુરી સોસ્યો બેવરેજીસ લિ.નો 50% સ્ટેક ઈશા મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડકટ લિ. કંપનીએ એ ટેક ઓવર કર્યો. ભારતીય શેર બજાર ઉપરાંત સિંગાપોર ,લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જમાં કંપની જોઈન્ટ વેન્ચર તરીકે લિસ્ટેડ થશે. એ રીતે સુરતી અબ્બાસભાઈ હજુરી અને અલીભાઈ હજુરી રિલાયન્સ સાથેની જોઈન્ટ વેન્ચર કંપનીમાં ભાગીદાર બન્યાં છે.

સોસ્યો હજુરી કંપની અબ્બાસ અબ્દુલરહીમ હજૂરી દ્વારા 1923 માં સ્થપાયેલી કંપની અગ્રણીઓમાંની એક છે. સ્થાનિક સોફ્ટ ડ્રિંક્સ માર્કેટના ખેલાડીઓ. અબ્બાસ હજૂરી અને તેમના પુત્ર અલીઅસગર હજૂરી દ્વારા સંચાલિત SHBPL, અનેક પીણાં ધરાવે છે. બ્રાન્ડ્સ તેના પોર્ટફોલિયોમાં સોસ્યો, કાશ્મીરા, લેમી, જીનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા સહિત અને S’eau એ ફોર્મ્યુલેશન વિકસાવવામાં તેની મજબૂત કુશળતા સાથે 100 થી વધુ ફ્લેવર્સ લોન્ચ કર્યા છે. Sosyo બ્રાન્ડ ગુજરાતમાં વફાદાર ગ્રાહક આધાર ધરાવે છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ઈશા અંબાણીએ આ ભાગીદારી અંગે જણાવ્યું કે લોકલ માર્કેટના વારસાને મજબૂત બનાવવા માટે આ ભાગીદારી કરવામાં આવી છે. સોસિયો હજુરીના ચેરમેન અબ્બાસ હજૂરીએ આ કરાર અંગે કહ્યું કે, “અમને રિલાયન્સ સાથેની આ ભાગીદારી કરવામાં આનંદ છે. રિલાયન્સ Sosyo ને વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેવી આશા છે. અમે હવે Sosyo ના વધુ ટેસ્ટી કોલ્ડ્રીંક્સ બનાવી કેટેગરીને વિશાળ બનાવી શકીશું. અમારી લગભગ 100 વર્ષની સફરમાં તે એક નિર્ણાયક ક્ષણ છે.

સોસ્યોની ફોર્મ્યુલા 1923માં શોધાઇ હતી
1923માં સલાબતપુરા રોડ પર હજુરી કોલ્ડડ્રિંક ડેપોની શરૂઆત અબ્બાસ અબ્દુલ રહીમ હજુરીએ કરી હતી. આ ફેક્ટરીમાં જ ભારતના પ્રથમ સ્વદેશી કોલા સોસ્યોની ફોર્મ્યુલા શોધાઇ હતી અને અહીંજ ઉત્પાદન શરૂ થયું હતું. તે સમયે સોસ્યો ઉપરાંત વિમ્ટો પીણુ પણ ખુબ લોકપ્રિય બન્યું હતું. સોસ્યોનું મૂળ નામ શોક્યો હતું પરંતુ લોકો તેનું ઉચ્ચારણ સોસ્યો તરીકે જ કરતા હોવાથી 1957થી તેનું નામ સોસ્યો કરી દેવામાં આવ્યું હતું.

સોસ્યો બ્રાન્ડના 100 વર્ષના વારસા વિશે વધુ વાંચો…

અપના દેશ અપના ડ્રિંક’, ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્વદેશી કોલા સોશ્યોના ઉત્પાદનને 2023માં 100 વર્ષ પુરા…

Most Popular

To Top