Business

દિલ્હીના શ્રદ્ધા કેસને આ રીતે દર્શાવાતા સોની ટીવીને બાયકોટ કરવાની માગ

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) ધટેલો શ્રદ્ધા વલ્કર હત્યા (Murder) કેસે સૌને હેરાન કરી દીધા હતા. શ્રદ્ધાની સાથે લિવ ઈનમાં રહેતા તેના પાર્ટનરે જ તેની બેરહેમીથી હત્યા કરી તેના 35 ટુકડા કરી અલગ અલગ જગ્યા ઉપર ફેંકી દીધા હતાં. આ હત્યા કેસે સમગ્ર ભારતને ચોંકાવી દીધું હતું. લોકોને પ્રશ્ન થઈ રહ્યા હતા કે કોઈ માણસ આટલુ ક્રુર પણ હોય શકે. આવો જ એક કેસ સોની ટીવીના ક્રાઈમ પેટ્રોલમાં બતાવવામાં આવ્યો હતો. જેના કારણે આ ચેનલને બાયકોટ કરવાની માગ લોકો કરી રહ્યાં છે.

જાણકારી મળી આવી છે કે સોની ટીવી ઉપર બતાવવામાં આવેલો આ કેસ શ્રદ્ધા વલ્કર કેસ સાથે મળતો આવે છે. જો કે સોની ટીવીએ આ બાબતને સ્વીકારી નથી તેઓએ એક બયાન જાહેર કર્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તે એપિસોડ શ્રદ્ધા વલ્કર કેસ સાથે જોડાયેલો નથી તેમજ તે કેસ 2011ની ધટના ઉપર આધારિત છે. આ કેસ ચર્ચમાં આવવા માટેનું બીજું મુખ્ય કારણએ પણ છે કે આ કેસમાં સંકળાયેલા મુખ્ય પાત્રોના ઘર્મ અલગ અલગ બતાવવામાં આવ્યાં છે.

ક્રાઈમ પેટ્રોલ જોઈ રહેલા કેટલાક દર્શકોએ જાણકારી આપી છે કે તે કેસ શ્રદ્ધા કેસ કે જે હાલમાં ઘટયો હતો તેની સાથે મળતો આવે છે. જો કે સોની ચેનલ આ વાતને સ્વીકારી રહી નથી તેમજ તેઓ કહે છે કે જે કેસ બતાવવામાં આવ્યો હતો તે વર્ષ 2011ની ધટના ઉપર આધારિત છે. તેનો હાલમાં ધટિત ઘટના સાથે કોઈ સંબંધ નથી. વધારામાં તેઓએ જણાવ્યું કે અમે પહેલા જ તપાસી લઈએ છે કે ધટના કોંન્ટેન્ટ બ્રોડકાસ્ટિંગ સ્ટાનડર્ડના પ્રમાણે છે કે નહિ તે. જો કે આ કેસમાં અમે અમારા દર્શકોની ભાવનાનું સન્માન કરીએ છે તેમજ તે એપિસોડને બંધ કરી દીધો છે. તેમજ જો આ એપિસોડના કારણે કોઈના દિલને ઠેસ પહોંચી હોય તો તેના માટે અમે માફી માંગીએ છીએ.

જાણકારી મુજબ શોના નિર્માતાઓએ હાલમાં જ એક એપિસોડ પ્રસારિત કર્યો હતો જેમાં જાણકારી મળી આવી કે આ ધટના શ્રદ્ધા વલ્કર કેસ સાથે થોડો મળતો આવે છે. આ કેસ ચર્ચામાં ત્યારે આવ્યો જયારે નિર્માતાઓએ આ કેસના મુખ્ય ભૂમિકા ભજવનાર પાત્રોના ધર્મ બદલી નાખ્યાં. તેઓએ છોકરીને ઈસાઈના ધર્મમાં તેમજ આરોપી છોકરાને હિંદુ ધર્મમાં બતાવ્યો છે.

Most Popular

To Top