વડોદરા : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શ્રમજીવી પરિવારના બાળકનું મોત થયું હોવાની સાથે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જો કે આ બનાવે પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરતા અકસ્માત સર્જનાર જામીન પર મુક્ત થઈ જતા સામાજિક કાર્યકર ની આગેવાની હેઠળ મૃતક બાળકના શ્રમજીવી પરિવારે તંત્ર પાસે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી હતી.
વડોદરા શહેરમાં ફતેગંજ હદ વિસ્તારમાં ગત તા.5 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે થયેલા માર્ગ અકસ્માતમાં પરપ્રાંતિય શ્રમજીવી પરિવારના 8 વર્ષના બાળકનું મુત્યુ થયું હતું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.આ ઘટનામાં પોલીસે અકસ્માત સર્જનારની અટકાયત કરી હતી.જો કે તે જામીન પર મુક્ત થયો હતો.ત્યારે પુત્ર ગુમાવનાર પરિવારે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી હતી. છે. સામાજીક કાર્યકરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ન્યાય માટે આવ્યા હતા.
પોલીસ સ્ટેશન ખાતે પુછપરછ કરતાં જણાવ્યું હતું કે કાર ચાલકની ધરપકડ કરી તેઓને જામીન મુક્ત કર્યા છે. સીસીટીવી કેમેરાથી ઓળખ થઈ હતી અને કાર ચાલક શિક્ષક તરીકે નોકરી કરે છે.હાલમાં પરપ્રાંતિયના પરિવારજનો ન્યાય માટે જજુમી રહ્યા છે આ બાળકનું મૃત્યુ થયું.ત્યારે આ મહિલાએ પોતાના દાગીના વેચીને એમ્બ્યુલન્સ મારફતે વતન જવા માટે 9000 રૂપિયા જેટલી રકમ માંડ માંડ ભેગી કરી હતી.ત્યારે આવા આરોપીઓને સખત સજા થવી જોઈએ સાથે અમારા જેવા ગરીબ નાગરિકો ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતા હોઈએ છીએ ત્યારે અમોને સરકાર દ્વારા તેમજ કોઈપણ રીતે વળતર મળવું જોઈએ તેવી માંગ શ્રમજીવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.