Charchapatra

આ તે કેવું આજનું રામરાજ્ય?

આજથી 30 વર્ષ પહેલાં ‘‘ફેમિલી ડોક્ટરો’’ દર્દીની હાથની નસ પકડી રોગ પકડી લેતા હતા, ભાગ્યે જ કોઈને લોહી-પેશાબનાં રિપોર્ટ કાઢવાનું કહેતા હતા. દિવસના 3 ભાગની દવા શુ આપે દર્દી એ પાછા ડોક્ટર પાસે જવું જ ન પડે..! મોહલ્લામાં તો શું આખા વિસ્તારમાં ભાગ્યે જ કોઈ કેન્સરનો દર્દી જોવા મળે, અરે, કોઈ દર્દીને ડોક્ટર ગ્લુકોઝના બાટલા ચઢાવી દે તો આખું ખાનદાન દર્દીની ખબર-અંતર પૂછવા ચાલ્યું જાય..!!! પરંતું છેલ્લા બે દાયકામાં ખોરાકમાં ભેળસેળ, પ્રદુષણ, જંકફુડ અને કેટલાક મતલબી લોકો અને નેતાઓનાં પાપને લીધે દેશ આખો બરબાદીને આરે આવીને ઉભો રહી ગયો છે..!!!! ભારતની શરાબમાં મિલાવત તેમજ હલકી કક્ષાની ઈથેલોન, અનાજમાં ભેળસેળ, શાકભાજીમાં કેમિકલ, ફ્રુટમાં ઈંજેક્ટ કરેલી કૃત્રિમ મીઠાશ, સૂક્ષ્મ બેક્ટેરિયા વાલી મીઠાઈના માવામાં મિલાવત, પહેલા દવાનું સંશોધન થાય છે, પછી ધંધા માટે દર્દી પર એ દવાનો પ્રયોગ થાય છે, નાના-મોટા કમિશન માટે આજે ભગવાનનું બીજુ રૂપ ડોક્ટરો પણ વેચાય છે, ‘‘રામરાજ્ય’’ નાં દેશમાં, એજ એક કારણ છે કે એંશી થી નેવું વર્ષ તંદુરસ્ત જીવન જીવનારા, આજના કસાઈને શરમાવે એવા ડોક્ટરો, ભેળસેળયુક્ત ખોરાક અને સરકારનાં પાપે 50 થી 60ની વચ્ચે જ બીમારીનું પૂતળું બની યુવાનીમાં ચશ્મા, દાંતનો સડો, ડાયાબીટીસ, ડિપ્રેશન સામાન્ય વાત થઈ ગઈ છે અને છેલ્લે રોગીસ્થ જીવન જીવીને લથડીયા ખાઈ જાય છે…!!!
સુરત     – સૂર્યાવાલા કિરણ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભ્રષ્ટાચાર માટે નૈતિક ક્રાંતિ
ભારત કે જે વિકાસશીલ દેશ છે. કોલ્યુસિવ ભ્રષ્ટાચાર મૂળિયા જમાવી ચૂક્યો છે. પણ કડક કાયદા વડે ખુદને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપી પર હોય ભ્રષ્ટાચારમાં હલકી ગુણવત્તાનો સામાન લગાવવા પર એન્જિનયર – કોન્ટ્રાકટરની વચ્ચે એક સહમતિ હોય છે અને પૈસાની અંદરો અંદર વહેંચણી થાય છે. થોડા વર્ષો પછી પૈસાના બળે સિસ્ટમ જ કોલ્યુસિવ પ્રશ્ન અને ભ્રષ્ટાચારની પોષ્ટ છે. સમાજ પણ આવા ભ્રષ્ટાચાર પ્રત્યે સહિષ્ણુ હોય છે. થોડા દિવસમાં તે ભૂલીને કોઈ અન્ય પુલ પર હિંસક ઝુલવા લાગે છે. ભ્રષ્ટાચારથી ના રાજ વ્યકિત પોતાના પુત્રની નોકરી માટે લાંચ આપવા નેતાની ચાંચીયાગીરી કરવા અને જાતિ વાતો નથી જરૂર છે. સમાજની સામૂહિક વ્યકિતગત ચેતના બદલવા માટે એક નૈતિક ક્રાંતિની જય ભ્રષ્ટાચાર
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top