સાઇબર ક્રાઇમ દિવસે અને રાતે વધતે જાય છે. આનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. પિસ્તોલ વગર લૂંટી લેતા આ અદૃશ્ય બહારવટીયાઓ આજથી ૫૦ વર્ષ પહેલા આવું જ કાંઇક ચંબલના ડાકુઓ કરતી. હવે એ સ્થાન સાઇબર ક્રાઇમમાં ચોરે ને ચૌટે વધી રહ્યું છે. ભણેલા પણ બેરોજગાર યુવાનો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આસાનીથી શિકાર બનાવે છે. એટલે સલાહ છે કે અજાણી એપ્સ ડાઉનલોડ નહીં કરો. અજાણી લીંકનો ઉપયોગ નહીં કરો. ફેસબુક પર કે કોઇપણ જગ્યાએ તમારો મોબાઇલ નંબર નથી મુકવાનો. આમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંવેદનશીલ માહિતી પેલા ઠગો સુધી પહોંચાશે ને તેમાંથી જ શિકાર બનાવશે. સોશિયલ મિડીયા – ઇમેઇલ – મેસેજીંગ કોઇ એપ્સ તમારી માહિતી માગે અને જો તમે આપશો તેનો અર્થ તમે તમારા હાથ-કાંડા કાપી આપો છો. લાલચને લીધે લાયબર ક્રાઇમનો ભોગ બનો છો. તેઓ બેસી લૂંટી શકે છે. આવધાન રહો અને અજાણ્યા કોલથી અને અજાણ્યા માણસને ફોન પર કોઇપણ તમારી બેન્ક – આધારકાર્ડ – લાઇસન્સ – કે ડ્રીટકાર્ડ એટીએમ કાર્ડની માહિતી કે એનો નંબર શેર નહીં કરો. સાઇબર ક્રાઇમના ઠગથી દૂર રહો.
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પોલીસના ત્રિનેત્રને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ
તાજેતરમાં યોજાયેલી 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ 2021-22 અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમેજીંગ ટેકનોલોજીસ કેટેગરીમાં ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ મળ્યાના સમાચાર છે. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 34 જીલ્લાના મુખ્ય મથકો, 6 પવિત્ર યાત્રા ધામો, સ્ટેચ્યુ ઓફ યુનિટી મળી કુલ 41 શહેરોમાં ટ્રાફીક જંકશન-નિયમન, એન્ટ્રી-એકઝીટ પોઇંટ અને અન્ય સ્ટ્રેટેજી સ્થળોએ સાત હજારથી વધુ સી.સી. કેમેરા લગાવી સંબંધિત જિલ્લાના નેત્રમથી જોડવામાં આવ્યા અને તેને ગાંધીનગર સ્થિત નેત્રમ સાથે સંકલિત કરવાના આ ભગીરથ પ્રયત્નો બદલ વર્તમાન રાજય સરકાર તથા સી.પી. અજય તોમરની કર્તવ્યનિષ્ઠા, ફરજ પરસ્તીને અમે બિરદાવવી જોઇએ. સાથે જ કારમી મોંઘવારીમાં એમના પગાર ભઠ્ઠા વધારી પોલીસ કર્મીઓની રાત દિવસી ફરજ પરસ્તીના ઉત્સાહમાં વધારો કરો એજ અભ્યર્થના.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.