National

પાકિસ્તાનમાં રહેતા ભારતીયો હવે સ્વજનોના મોત બાદ હરિદ્વાર આવશે

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ માટે અગત્યના સમાચાર આવ્યા છે. દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં (Pakistan) રહેતા હિંદુઓ (Hindu) માટે એક મોટો નિર્ણય લીધો છે. હિંદુ સંસ્કૃતિ પ્રમાણે એમ કહેવાય છે કે મૃત વ્યકિતની અસ્થિઓને ગંગામાં વહાવવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પરંતુ અમુક કારણોસર પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ માટે આ ખૂબ મુશ્કેલ હતું. પરંતુ મોદી સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે પાકિસ્તાનમાં રહેનાર હિંદુ પોતાના મૃત પ્રિયજનની આત્માની શાંતિ માટે ભારત પણ આવી શકશે તેમજ ગંગામાં તેમની અસ્થિ પણ વહાવી શકશે.

એવું તો શું થયું કે પાકિસ્તાનનાં હિંદુઓ સ્વજનોની અસ્થિ ભારત લાવી ગંગામાં વહાવશે

મોદી સરકારે એક એવો કદમ ઉઠાવ્યો છે જેના કારણે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પણ ભારત આવી શકશે તેમજ તમામ ધાર્મિક વિધી કરીને ગંગામાં પોતાના પરિવારજનોની મૃત આત્માને શાંતિ આપવા માટે ગંગામાં તેઓની અસ્થિ વહાવી તેઓને મોક્ષનાં માર્ગ સુધી લઈ જવામાં મદદ કરી શકશે. એવી માન્યતા માનવામાં આવે છે કે મૃત વ્યકિતની અસ્થિઓને ગંગામાં વહાવાથી તેઓની આત્માને શાંતિ મળે છે તેમજ તેઓને પુર્નજન્મના ફેરાઓમાંથી પણ મુકિત મળે છે.

જણાવી દઈએ કે મોદી સરકારની સ્પોન્સરશિપ પોલીસીમાં સંશોધન પછી આવું પ્રથમવાર થશે કે જયારે 426 પાકિસ્તાની હિંદુઓની અસ્થિઓને તેઓના પરિવાર દ્વારા હરિદ્વારમાં ગંગામાં વિસર્જિત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વર્તમાનમાં આ અસ્થિઓને કરાચીના કેટલાક મંદિર તેમજ સ્મશાન ઘાટો તેમજ અન્ય જગ્યા ઉપર મૂકવામાં આવ્યાં છે.

જાણકારી મુજબ જો હાલના સમયમાં કોઈ પાકિસ્તાની હિંદુએ ભારત આવવું હોય તો તે સામાન્ય રીતે આવી શકતો નથી. પરંતુ હવે મોદી સરકાર તમામ હિંદુ પરિવારના 10 દિવસના ભારતીય વિઝાને પાસ કરશે કે જેઓ પોતાના પરિવારના સદસ્યોની અસ્થિને ગંગામાં વિસર્જિત કરવા માગતા હોય.

વર્ષ 2011થી 2016 સુધી 295 પાકિસ્તાની હિંદુઓની અસ્થિઓ વાધા બોર્ડર ઉપર ભારત મોકલવામાં આવી હતી. પરંતુ આ પ્રથમવાર થશે કે પાકિસ્તનમાં હિંદુ પરિવારનો કોઈ સભ્ય પોતાના પરિવારજનની આત્માની શાંતિ માટે પોતે ભારત આવી શકશે તેમજ ગંગામાં તેઓની અસ્થિ વિસર્જિત કરી શકશે.

Most Popular

To Top