વડોદરા : સોમાતળાવ વિસ્તારમાં રહેતા ભેજાબાજે 100થી વધુ ગાડીઓ ભાડે રાખવાનું કહીને ગીરવી મુકી દીધી હતી. જેનું બે માસનું નિયમિત ભાડૂ ચૂકવ્યું પરંતુ ત્યારબાદ ભાડુ નહીં ચૂકવતા તેના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેથી લોકોએ ભેગા મળીને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વડોદરા ઠગ સહિત બે લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને ઠગોની શોધખોળ હાથ ધરી છે.
શહેરના સોમાતળાવ વિસ્તારની ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતા સન્નીકુમાર રાજેન્દ્ર મિસ્ત્રી (ઉં.વ. 30) ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. યુવકનો એક વર્ષ સ્વિગિમાં કારમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા મનિષ અશોક હરસોરા (રત્નદીપ ગ્રીન એમએમ વ્હોરા શોરૂમ પાસે સોમાતળાવ) સાથે સંપર્ક થયો હતો. તેણે જણાવ્યું હતું કે તે કંપનીઓણાં ફોર વ્હીલ ગાડીઓ ભાડેથી મુકે છે અને સારુ ભાડુ ગાડી માલિકને આપે છે. જેથી યુવક તેની ઇકોગાડી મનિષને 32 હજાર પ્રતિમાસ ભાડુ નક્કી કરી ભાડા કરાર પણ કર્યો હતો. પહેલા રેગ્યુલર ભાડુ ચુકવી દેવાતું હોવાતી યુવકને વિશ્વાસ આવતા અન્ય અર્ટિગા કાર પણ 40 હજારમાં ભાડે મુકી હતી. ત્યારબાદ અ્ન્ય એક ગાડી 40 હજારમાં ભાડે રાખી હતી.યુવકે તેમના બનેવી બંટી મિસ્ત્રીને પણ ઇનોવા 28 હજાર મુકી હતી.
ત્યારબાદ મનિષ હરસોરાએ વાઘોડિયા રોડ પર આદીત્ય ઓર્બિટ ઓફિસમાં ઓફિસ પણ શરૂ કરી હતી. જેથી તેની ઓફિસે રોજ લોકો કાર ભાડે મુકવા માટે સોંપીને જતા રહેતા હતા. જે ગાડીઓ યુવક રોજબરોજ સુરત દિપક રૈયાણીને ગાડી આપવા જતો હતો. આમ કરીને 100 જેટલી ગાડીઓને સુરત ખાતે મોકલી છે. ત્યારબાદ ઓગષ્ટ 2022થી ગાડીઓનું ભાડુ ચૂકવ્યું હતું. જેથી સુન્ની મિસ્ત્રીએ ભાડાની માગણી કરી હતી.
પરંતુ મનિષ હરસોરા તેમના મકાન અ્ને ઓફિસને તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. જેથી લોકોએ ભેગાથઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઠગ મનિષ લોકો પાસેથી ભાડે લીધેળ ગાડીઓ સુરત ખાતે તથા આસપાસના વિસ્તામાં ગીરવી મુકી દેતો હતો. જેથી લોકોની 100 જેટલી ગાડીઓ પરત નહીં આપી તથા ગાડીઓનું ભાડુ પણ નહીં ચૂકવીને છેતરપિંડી કરતા લોકોએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
બનેવી-મામાની ગાડી પરત મળી ગઇ છે
સન્ની મિસ્ત્રી અને તેમના સગા સંબંધીઓના મળી 10 જેટલી ગાડીઓ ભાડે મુકી હતી. જેમાં ફરિયાદીના બનેવી બંટી મિસ્ત્રી રહે સોનગઢ અને મામા મનોજ દયારા ગાયકવાડ રહેકા બિલીમોરાની કાર 19 ડિસેમ્બરના રોજ સુરત ખાતેથી પરત મળી ગઇ હતી. જે સિવાય 100 ઉપરાંતની ગાડીઓ હજુ સુધી પરત આપી નથી.
ઘર-ઓફિસને તાળા માર્યા, ફોન સ્વિચ ઓફ
લોકોએ વિશ્વાસ રાખીને ગાડીઓ ભાડે રાખનાર સહિત બંને શખ્સોને પોતાના ઘર તથા ઓફિસને તાળુ મારીને ફરાર થઇ ગયા છે. ભેજાબાજોએ કોઇ પણ તેમનો સંપર્ક ના કરે શકે તે માટે બંને ઠગોએ ફોન પણ સ્વિચ ઓફ કરી નાખ્યો છે.