નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કપડવંજ દ્વારા નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ નિદાન સારવાર કેમ્પમાં અગ્નિકર્મ, વાતવ્યાધી, શલ્ય (હરસ-મસા), જનરલ ઓ.પી.ડી, મધુપ્રમેય, ત્વકરોગ, સ્થોલ્ય, બાળરોગ, સ્ત્રીરોગ, આંખ,કાન,નાક ગળાના રોગ, રસાયણ/વાજીકરણ, હોમીયોપેથી ઓ.પી.ડી અને યોગ નિદર્શનની માહિતી અને સારવાર વૈદ્યશ્રીઓ દ્વારા આપવામાં આપી હતી. નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પમાં આશરે ૨૫૦ લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડો.જે.કે.શેલિયા (ડીએઓ), ડો.અભિષેક યાદવ (વૈદ્ય પંચકર્મ), ડો.નયન પટેલ, ડો.ધવલ પઢિયાર, ડો.હષૅદ ઘાટલીયા, ડો.શ્રીદત્ત ત્રિવેદી, ડો.પિયુષ, ડો. હિતેષ, ડૉ.રાજેશ વગેરે આયુર્વેદ નિષ્ણાંત વૈદ્ય સમૂહે સેવા આપી હતી. આ કેમ્પ દરમિયાન ડો.પિનાકીન પંડ્યાએ આયુર્વેદના વિવિધ અગ્નિકર્મ ચિકિત્સા કરી દુ:ખાવાના દર્દીની સારવાર કરી હતી. આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન, સેવાસંઘ પ્રમુખ સમીરભાઈ, ડો.અંકુર પટેલ( THO), ડો.કેતન મિસ્ત્રી (સુપ્રીટેન્ડેન્ટ શ્રી,CHC,કપડવંજ) વગેરે મહાનુભાવોએ આયુષ મેળાનું ઉદ્દઘાટન કરી જાહેર જનતાને આયુર્વેદની વિવિધ ચિકિત્સા સારવારનો લાભ લેવા અનુરોધ કર્યુ હતું. આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા અને આયુષ નિદાન સારવાર કેમ્પમાં આવેલા દર્દીઓ અને વૈધ સહિત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.