National

મહારાષ્ટ્રના નાસિકમાં બોયલર ફાટવાથી મોટો ધમાકો થયો, 11 લોકોને રેસ્કયુ કરાયા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) નાસિકના ઈગતપુરીમાં બોયલર ફાટવાથી મોટી આગ (Fire) લાગી છે. આ ધટનાના કારણે લગભગ 11 લોકોને રેસ્કયુ કરાયા હોવાની જાણકારી મળી આવી છે. આ સાથે ધણાં લોકો ફસાઈ ગયા હોવાની માહિતી પણ મળી આવી છે. IG એ જાણકારી આપી છે કે ધાયલ થયેલ તમામને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. આ સાથે 24 ફાયરની ગાડીઓ ધટના સ્થળ ઉપર હાજર છે. આ સાથે ધાયલોની સારવાર તેમજ તેઓને હોસ્પિટલ મોકલવા માટે એમ્બ્યુલન્સ પણ ધટના સ્થળ ઉપર હાજર છે. ઘટનાના પગલે આકાશમાં ધૂમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આ સાથે કેટલા લોકો કંપનીમાં હતા તેની કોઈ ચોકકસ જાણકારી મળી આવી નથી.

  • 24 ફાયરની ગાડીઓ ધટના સ્થળ ઉપર હાજર
  • બ્લાસ્ટ થયો તે સમયે 30 કરતા પણ વધુ કર્મચારીઓ ધટના સ્થળ ઉપર હાજર હતાં
  • મુખ્યમંત્રી શિંદે ઔરંગાબાદમાં કૃષિ મહોત્સવનો કાર્યક્રમ છોડીને હેલિકોપ્ટર દ્વારા ઇગતપુરી પહોંચી રહ્યા છે

જાણકારી મુજબ જયારે આ બ્લાસ્ટ થયો તે સમયે 30 કરતા પણ વધુ કર્મચારીઓ ધટના સ્થળ ઉપર હાજર હતાં. પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે કંપનીમાં હાજર મજદૂરોની સંખ્યા અંગે અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યાં છે. જો કે 11 લોકોને રેસ્કયુ કરવા અંગેની જાણકારી મળી આવી છે. બીજા તમામને રેસ્કયુ કરવાની કામગીરી ચાલી રહી છે.

નાશિકના ઇગતપુરી તહસીલના મુંડેગાંવ સ્થિત આ ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુઘી જોઈ શકાતા હતા. કંપની અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો અને ધુમાડાના કારણે રાહત અને બચાવ કાર્ય પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. સીએમ ઓફિસથી પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી શિંદે ઔરંગાબાદમાં કૃષિ મહોત્સવનો કાર્યક્રમ છોડીને હેલિકોપ્ટર દ્વારા ઇગતપુરી પહોંચી રહ્યા છે.

Most Popular

To Top