Vadodara

સલામતી માટે સાધનો નહીં અપાતા તંત્ર સામે સવાલો

વડોદરા: વડોદરા શહેરમાં સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ બાકી રહેલી કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક કારીગરો આ બ્રીજ ઉપર વિના સેફટીએ જીવના જોખમે રંગ રોગાન કરતા નજરે પડ્યા હતા જેને લઇ કોન્ટ્રાક્ટર સામે પણ અનેક સવાલો ઉઠવા માંડ્યા છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતા કોન્ટ્રાક્ટને લઈ છાશવારે કોન્ટ્રાક્ટરો તેઓ દ્વારા થતી બેદરકારીને કારણે વિવાદોમાં આવતા જ હોય છે ત્યારે વધુ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા.

તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના સૌથી લાંબા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે હજી પણ આ બ્રિજ ઉપર કેટલીક કામગીરી બાકી રહી ગઈ હોય જેને અંતિમ ઉપ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે તે પૈકીની એક રંગ રોગારની કામગીરી પણ બ્રિજ ઉપર ચાલી રહી છે આ કામગીરી કરનાર કારીગરો જમીનથી ખૂબ જ ઊંચાઈએ બ્રિજ ઉપર વગર સેફટીએ બ્રિજની દીવાલોને રંગ રોગાન કરતા મોબાઇલમાં કેદ થયા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી સપાટી પર આવવા પામી હતી.

Most Popular

To Top