Vadodara

દરેક સર્કલો પર નિયમિત રીતે જોવા મળતા માત્ર બ્રિગેડના જવાનો

વડોદરા: શહેર ટ્રાફિક પોલીસમાં 400 ટ્રાફિક પોલીસ જવાનો તગડો પગાર લેતા હોવા છતાં પોતાની ફરજથી કેમ દૂર ભાગી રહ્યા છે. તે સમજાતું નથી. દરેક વિસ્તારમાં પોઇન્ટ પરથી પોલીસવાળા માત્રે બે કલાક હાજરી પુરાવીને જતા રહેતા હોવાની ચર્ચા ચગડોળે ચડી છે અને સંપૂર્ણ જવાબદારી ખંતથી બ્રિગેડના જવાનો કરતા હોય છે. પોલીસવાળાને જાણે સ્થળ પર અધિકારીઓ વિઝિટ કરશે તેવો કોઇરહ્યો નથી તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકના સંચાલન સરળ રીતે થાય માટે પોલીસ દ્વારા ટ્રાફિકના પોઇન્ટ બનાવવામાં આવ્યો છે અને દરેક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ સહિત માનવ સેવક તરીકે બ્રિગેડના જવાનો રોજ મુકવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી શહેરના દરેક ચાર રસ્તા પર જોવા જઇએ તો માત્ર બ્રિગેડના જવાનો જ ફરજ નિભાવતા હોવાનું જણાઇ રહ્યું છે. પરંતુ ટ્રાફિક પોલીસ જવાનો દરેક પોઇન્ટ પર માત્ર હાજરી પુરાવવા આવવા હોત તેમ માત્ર આટો મારી રવાના થઇ જાય છે અને ટ્રાફિકનો સંપૂર્ણ ભાર બ્રિગેડના જવાનો પર આવી જતો હોય છે.

ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના કર્મચારીઓને એટલી હદે છૂટ આપી દેવામાં આવી છે કે નોકરીના પૂરતા કલાક પણ ફરજના સ્થળ પર હાજર જોવા મળતા નથી અને બે કલાકમાં જ પોઇન્ટ પરથી ગાયબ થઇ ગયા છે. બીજી તરફ વાહન ચાલકોને બ્રિગેડના જવાનોને ગણકારતા નથી અ્ને સિગ્નલ તોડીના જતા રહે છે. પરંતુ બ્રિગેડના જવાનો માત્ર તેમની કરતૂતને નિહાળવા સિવાય કશુ કરી શકતા નથી. પરંતુ સવાલ એ થાય છે કે સરકારમાંથી નોકરી કરવાનો તગડો પગાર વસૂલતા પોલીસવાળા કેમ પોતાના ફરજી દૂર ભાગી રહ્યા છે શુ તેમને કોઇ ઉચ્ચ અધિકારી વિઝિટ કરશે તેવો ડર રહ્યો નથી. તેવી અનેક સવાલો આંખે ઉડીને વળગી રહ્યા છે.

Most Popular

To Top