ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના અંતિયાળ વિસ્તારોમાં વસતા અનેક લોકો ધર્મ પરિવર્તન (Change) કરી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી (Christian) બન્યા છે. જોકે ધર્મ જાગરણ સમિતિ તથા હિન્દુ સંગઠનો દ્વારા ધરમપુર તાલુકાના તામાછડી, ધામણી ગામના 150 જેટલા લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં વાપસી કરાવી હતી. હિન્દુ સંગઠનોએ તાજેતરમાં નાતાલ કિસમિસના તહેવારોમાં ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ દ્વારા કરાતી ધમૉંતરણ પ્રવુતિઓ ઉપર રોક લગાવવા અંતિયાળ વિસ્તારોમાં રહેતાં લોકો માટે હિન્દુ સંસ્કુતિ પાઠશાળા શરૂ કરવા ભાર મૂક્યો હતો.
- ધર્મ જાગરણ સમિતિ તથા હિન્દુ સંગઠનો ધરમપુર પહોચ્યા
- મૉંતરણ પ્રવુતિઓ ઉપર રોક લગાવવા ઉપર જાગૃત કરાયા
- લોકો માટે હિન્દુ સંસ્કુતિ પાઠશાળા શરૂ કરવા ભાર મૂક્યો હતો.
ધરમપુરમાં મામલતદાર કચેરીએ લાભાર્થીઓનો જમાવડો
ધરમપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોનું એકપણ ઘર કાચું ન રહે એ માટે દરેક લાભાર્થીઓને પાકું મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ધરમપુર તાલુકાના ગત વષૅ 2020-21માં 759માંથી કુલ 732 જેટલા આવાસો મંજૂર કરાયા હતાં. જ્યારે 2021-22 માં કુલ 181 માંથી 173 જેટલા આવાસો મંજૂર કરાયા હતાં. જોકે હાલમાં 2022 23માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2280 જેટલા આવાસોનું લક્ષ્યાંક હોવાથી ચાલુ આ વર્ષે કુલ 2280 આવાસો માટે લાભાર્થીઓએ ફોમૅ ભર્યા હતાં. જેમાં 2275 જેટલાં આવાસોની મંજૂરી મળી હતી.
લાભાર્થીઓના ટોળે ટોળાં મામલતદાર કચેરી ખાતે
પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત દરેક લાભાર્થીઓને સહાય પેટે રૂ.70,000 ની રકમ ફાળવણી કરાઈ હતી, પરંતુ હાલમાં સિમેન્ટ, સળીયા, ઈંટના ભાવ વધતાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની રકમ 1,20,000 કરવામાં આવી છે. મકાન બાંધકામ સહાય ઉપરાંત શૌચાલય બાંધકામ માટે રૂ.12000ની સહાય અને પોતાના મકાન બાંધકામની મજુરી પેટે મનરેગા યોજના હેઠળ 90 દિવસ મજુરીની ચૂકવણી સાથે 20,610 ચૂકવણી સહાય રૂપે કરવામાં આવશે. લાભાર્થીઓને ત્રણ હપ્તામાં સહાયની રકમ આપવાનું નક્કી કરાતા લાભાર્થીઓના ટોળે ટોળાં મામલતદાર કચેરી ખાતે સોગનામું કરાવવા માટે લાંબી કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા.