Vadodara

ભાજપમાં કોઈપણ હોદ્દો ન ધરાવતા અરવિંદ સિંધા બેફામ

વડોદરા: વડોદરા શહેરના મેયર અને ધારાસભ્યએ 25મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી મા પોતાના ભાષણમા કેટલીક ચૌદશો વિકાસ ના કામમાં અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મેદાને પડી હોવાનું ઉલ્લેખ કર્યો હતો. આવો જ એક કહેવાતો એક્ટિવિસ ચૂંટણી પહેલા ચૂંટણી દરમિયાન ચૂંટણી પછી પક્ષ માં રહીને કોઈ નેતા ના ઈશારે કહેવાતો પ્રદેશ ભાજપાનો  કાર્યકર, એક્ટિવિસ્ટ અરવિંદ સિંધા પક્ષની વિરોધ માં કામ કરી રહ્યો છૅ તેવી ફરિયાદ પ્રદેશ કક્ષાએ પણ ફરિયાદ થઇ હોવાનું કહેવાય છે.

અગાઉ કહેવાતો આ ઈસમ વોર્ડ ન.11 મા ભાજપ નો કાર્યકર અને આ વિવાદિત ઈસમ ને સામાન્ય હોદ્દો આપવામાં આવેલ ત્યારે આ કહેવાતા એક્ટિવિસ્ટ ને ભાજપા મા થી સસ્પેન્ડ કરવા મા આવેલ ફરી એક નેતા ના ઈશારે ભાજપ ની ઓફિસ મા ચક્કર લગાવવા ની શરૂઆત કરી ને ભાજપા ના જ એક નેતા ના ઈશારે પક્ષ ને મદદ કરવા ને બદલે છાને ખૂણે પક્ષ વિરોધ કામ કરતાં હો.તેમ લાગી રહ્યું છૅ.આ ઈસમેં વિધાનસભા ની ચૂંટણી મા પણ ભાજપા ના કેટલાક ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

મહાનગર પાલિકાની વડી કચેરીમાં આવા વહીવટદાર દલાલ કાર્યકારો  કેટલાંક વિભાગ ની માહિતીઓ ભેગી કરી સીન-શોટ કરી પોતાની સસ્તી પબ્લિસિટી મેળવી એમનો હેતુ પાર પાડતા હોય છૅ  કહેવાય છે કે વડોદરા શહેર ભાજપા સંગઠન ના એક હોદ્દેદાર નો આ ખાસ માણસ છૅ.પરંતુ સ્થાનિક કાર્યલાય પર થી જાણવું મળ્યું છે કે આ કહેવતો એક્ટિવિસ્ટ હાલ સામાન્ય કાર્યકર છે પક્ષે કોઈ હોદ્દો આપ્યો નથી. વારંવાર વિવાદ મા આવતા આ ઈસમ સામે ભાજપા એ પગલા ભરવાની જરૂર છે. તેવું ભાજપા ના પાયાના કાર્યકરો અને મોટા ભાગ ના નેતાઓ નું કહેવું છે જો આ ઈસમ સામે પગલા ન ભરાય તો વડોદરા ભાજપા મા વધુ જૂથબંધી સામે આવી શકે તેવું લાગે છે.

બ્રિજની કામગીરી દરમ્યાન ઓલ્ડ પાદરા રોડ પર હનુમાન મંદિર ડિમોલેશન મામલે  પાલિકા સામે વિરોધ અભિયાન ચલાવ્યું હતું. તેમજ બ્રિજ ના ચાલું કામ માં અવરોધ રૂપ થયા આ ઈસમ બન્યો હતો.  વુડ સર્કલ પાસે આવેલી એક સાઈડ પર જઈ તે જમીન ને લઈ જાહેર નોટિસ પેપરમાં આપી વિવાદ માં આવ્યા  બાદ અગમ્ય કારણોસર એ વિવાદ ઉપર પરદો પડી ગયો હતો. આ વિવાદ હરણી પોલીસ સ્ટેશનમાં પહોંચીયો હતો. અને ડેવલોપરે તેમની વિરોધ માં આક્ષેપ કરતી ફરિયાદ પણ કરી હતી એ ફરિયાદ માં એક ગામેચી પણ સામેલ હતો.

વડોદરામા ગેડાં સર્કલ થી મનીષા ચોકડી સુધી ના બ્રિજ ના ઉદ્ધઘાટન બાદ આ ઈસમે બ્રિજ ના પ્રણેતા ના નામ લખી આભાર વ્યક્ત કરતું હોર્ડિંગ લગાવ્યું છે. જેને માત્ર જે તે સમયે શીલારોપણ કર્યું હતું.  જેમાં વડોદરા ના એક માત્ર પ્રથમ નાગરીક- ધારાસભ્ય કેયુર રોકડીયા, યોગેશ પટેલ, ચેતન્ય દેસાઈ, ડો. મનીષા વકીલ સહિત ના મુખ્ય નામો ગાયબ જોવા મળતા વડોદરા ભાજપા આ ઈસમ ના આ કારનામા થી ભારે ચર્ચા જામી છે. જેઓ હાલના સત્તાધિશો છે કારણ કે હાલ જશ લઇ રહેલા નેતાઓ ને નીચે દેખાડવા નું ઈરાદા પુર્વક કાવતરું હોવાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. મેયરે કરેલા ચૌદસ નામ ના નિવેદન પર થી એવું લાગે છે એ ચૌદસ પેંકી મા નો આ એક નમૂનો હોય શકે. કહેવાતા કાર્યકરો. જો આવી પ્રવૃતિ કરશે તો ભાજપા ના નેતાઓ વચ્ચે જૂથબંધી વધી શકે છે.

Most Popular

To Top