શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં ફરી એકવાર આતંકવાદી( Terrorists) ઓના નાપાક મનસૂબાને સુરક્ષા દળો (, Security Forces) એ નિષ્ફળ બનાવ્યા છે. જમ્મુના સિધર વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર (Encounter)માં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ કાશ્મીર તરફથી ટ્રક પર સવાર થઈને આવી રહ્યા હતા, ત્યારબાદ પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન તેઓએ ગોળીબાર કર્યો હતો. જેથી એન્કાઉન્ટર શરૂ થયું હતું. જો કે, ટ્રક ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એન્કાઉન્ટર બાદ હાલમાં સેના જેસીબી વડે ટ્રકને તોડી રહી છે. તેમજ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
ટ્રકમાં આવ્યા હતા આતંકવાદીઓ
મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે સિધ્રા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓ એક ટ્રકમાં આવ્યા હતા, જેને પુલ પાસે રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારપછી જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં ત્રણેય આતંકીઓ માર્યા ગયા હતા, પરંતુ ટ્રકનો ડ્રાઈવર ભાગવામાં સફળ રહ્યો હતો. જેસીબી વડે ટ્રક તોડવામાં આવી રહી છે. આ પછી સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને પછી ખબર પડશે કે ટ્રકમાં બીજું શું હોય શકે છે.
કાશ્મીર જઈ રહ્યા હતા આતંકવાદીઓ
અધિકારીએ જણાવ્યું હતું કે, અથડામણ સવારે 7.30 વાગ્યે શરૂ થઈ હતી અને આતંકવાદીઓને બેઅસર કરવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. કાશ્મીર જઈ રહ્યા હતા. ટ્રકમાં કાશ્મીર જઈ રહ્યા હતા ત્યારે તેમને તાવી બ્રિજ પાસે રોકવામાં આવ્યા હતા. એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે જ્યારે ટ્રકની તલાશી લેવામાં આવી ત્યારે તેમાં આતંકીઓ હાજર હતા અને તેઓએ ગોળીબાર કર્યો. આ આતંકવાદીઓ ભારે હથિયારોથી સજ્જ હતા.
શોપિયાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા. આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. બીજી તરફ, અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.
મુંઝ માર્ગ પર એન્કાઉન્ટર શરૂ થયું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયનના ઝૈનપુરા વિસ્તારના મુંઝ માર્ગમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે બાદમાં એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. સ્થળ પરથી એક AK47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.