સુરતઃ (Surat) રાંદેર ખાતે ગઈકાલે બે માસ પહેલા છુટાછેડા લેનાર પત્નીને (Wife) હેવાન પતિએ અંધારામાં મળવા બોલાવી તેને HIV પોઝિટીવ (HIV Positive) લોહીનું ઈન્જેક્શન આપી બેભાન કરી નાસી ગયાની ઘટના સામે આવી હતી. રાંદેર પોલીસે પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપીએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં (Crime Patrol Serial) 6 માસ પહેલા આ એપિસોડ જોયો ત્યારથી તેના મગજમાં આ ચાલતુ હતું.
- ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને પતિએ HIV પોઝિટીવ લોહીનું ઈન્જેક્શન આપવાનો પ્લાન પતિએ બનાવ્યો હતો
- એઇડ્ઝનું ઇન્જેક્શન આપનાર વિકૃત પતિએ છુટાછેડા આપનાર પત્ની સાથે બદલો લેવા કૃત્ય કર્યુ, પતિની ધરપકડ
ચોકના મુગલીસરા વિસ્તારમાં ચિંતામણી જૈન દેરાસરની પાસે આવેલા મસ્કન 3 એપાર્ટમેન્ટના ઘર નં. 302માં રહેતી 30 વર્ષીય યાસ્મીન અમીમુદ્દીન સેરઅલી સૈયદે ગઈકાલે તેના પૂર્વ પતિ શંકર મોહન કામલે વિરુદ્ધ રાંદેરમાં ફરિયાદ આપી હતી. બે મહિના પહેલા પતિ સાથે છુટાછેડા થયા હતા. ગત 25 ડિસેમ્બરને રવિવારે શંકર સાથે રાત્રે 8 વાગે ફરવા માટે ગઈ હતી. રાંદેરમાં રાયન સ્કૂલથી આગળ કોટયાકનગર એક્સપ્રેસ કાર વોશની સામે આવેલી ખુલ્લી જગ્યામાં લઈ ગયો અને ત્યાં અંધારાનો લાભ લઈ શંકરે યાસ્મીનના ડાબા થાપાના ભાગે ઘેનયુક્ત તથા એચઆઈવી ચેપી ઈન્જેક્શન મારી ત્યાંથી નાસી ગયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછમાં હાલ આરોપીએ 6 મહિના પહેલા ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં આ રીતને ઘટના જોઈ હતી. અને હાલ પત્ની સાથે છુટાછેડા થતા તેને આ એપિસોડ યાદ આવતા પત્નીને આ રીતે મારવા માટે પ્લાન ઘડ્યો હતો. આરોપી કાયમ ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોતો હોવાથી તે પત્નીને કઈરીતે તડપાવીને રાખવી તે અંગે વિચાર કરતો હતો. હાલ પોલીસે આરોપીને ઇન્જેક્શન આપનાર અને ક્યાંથી લાવ્યો તે અંગેની તપાસ હાથ ધરી છે.
બોગસ પોલીસ બનીને ફરતા યુવાને હોજીવાલા પાસે ચાની લારીવાળા પાસે રૂપિયાની ઉઘરાણી કરી
સુરત : હોજીવાલા પાસે ચાની લારીવાળા પાસે આવીને 3500 રૂપિયાની માંગણી કરી પોતે ક્રાઈમ બ્રાંચમાં હોવાનું કહેનાર યુવકને સચિન પોલીસે ઝડપી પાડ્યો હતો. આ યુવકને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોવાથી પોતે બોગસ પોલીસ બનીને ફરતો હતો.
સચિન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હોજીવાલા વાંઝ પીએસસી સેન્ટરની બાજુમાં ચાની દુકાને એક વ્યક્તિ બાઈક ઉપર આવીને પોતાનું નામ અંકિત હોવાનું અને પોતે ક્રાઈમ બ્રાંચમાં હોવાનું જણાવતો હોવાની બાતમી મળી હતી. આ વ્યક્તિ ભરતભાઈની ચાની દુકાને આવીને તેમની પાસેથી 3500 રૂપિયાની માંગણી કરી હતી. અને તેના બદલે તેમની બ્રાંચ દ્વારા ત્યાં કેબિન ફાળવવામાં આવશે. દુકાનદારને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. સચિન પીઆઈ આર.આર.દેસાઇની સૂચનાથી પોલીસ સ્ટેશનમાંથી એક ટીમ રવાના થઈ હતી. જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાં પોલીસની જેમ ખાખી પેંટ, કમરે લાલ કલરનો પટ્ટો તેમજ કાળા કલરના બુટ પહેરેલા તથા પોલીસ જેવા વાળ કંટીંગ કરાવેલા આ વ્યક્તિએ તેની બાઈક પર દંડો લગાડેલો હતો. સચિન પોલીસે તેની પુછપરછ કરતા પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી (ઉ.વ.૪૦, રહે. પુલ ફળીયુ વાલોડ ગામ, તા-વાલોડ, જી-તાપી) હોવાનું જણાવ્યું હતું. અને પોતાની પોલીસમાં નોકરી કરવાનો શોખ હોવાથી તે આ રીતે ફરતો હતો. સચિન પોલીસે આરોપીને પકડી ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.