Gujarat

પ્રમુખસ્વામીનગરમાં યોજાયું રાષ્ટ્રીય સંત સંમેલન પ્રતિ દિન યોજાય છે અલગ-અલગ કાર્યક્રમ

અમદાવાદ : (Ahmedabad) પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Centenary Festival) અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે રવિવારે રાષ્ટ્રીય સંત સંમેલન (National Saint Convention) યોજવામાં આવ્યું હતું. જેમાં જગતગુરૂ શંકરાચાર્ય સંદાનંદ સરસ્વતી સહિત સમગ્ર ભારતના મોટાગજાના સંતો મહંતો વિશેષ પધાર્યા હતા. જેમાં તમામે પ્રમુખસ્વામી નગરની મુલાકાત લઇને દિવ્યતા અનુભવી હતી. ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ સંત પરંપરાની ભેટ આપીને તેને ગૌરવાન્વિત કરી. તેમણે ૩૦૦૦ થી વધુ પરમહંસો દ્વારા પવિત્ર નૈતિક, આધ્યાત્મિક જીવન જીવવા લાખો લોકોને પ્રેરિત કરીને શાંત ક્રાંતિ કરી હતી.

રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું
ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મની મહાન સંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ અપ્રતિમ યોગદાનને અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું.  

સંગીતવૃંદ દ્વારા ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ
તેમજ સંધ્યા સભામાં બીએપીએસના સંગીતવૃંદ દ્વારા ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બીએપીએસના પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું. બીએપીએસના વરિષ્ઠ સંતો – પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય કોઠારી સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી દ્વારા સાધુતાના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજ વિષે મનનીય પ્રવચનો કરવામાં આવ્યા હતાં.

સંતો અને મંહતોએ પ્રમુખસ્વામી મહારાજને શંબ્દાજંલી આપી
ઉલ્લેખનીય છે કે,પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત રવિવારે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા રાષ્ટ્રીય સંત સમેલનમાં 250 જેટલા સંતો, મંહતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રમુખસ્વામી મહારાજે કરેલા વિરલ કાર્યોને યાદ કરીને કહ્યું હતું કે સામા અર્થમાં પ્રમુખસ્વામી એવા સંત હતા કે જેમણે એક માનવતાની જ્યોત જગાવી છે અને કારણે જ હજારો સ્વંયસેવકો અને બીએસપીએસના નિષ્ણાંત સંતો દ્વારા 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ શક્ય બન્યું છે. ત્યારે સંતો અને મંહતોએ પ્રમુખસ્વામી મહારાજને શંબ્દાજંલી આપી હતી.

સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું -શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ
જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ આનંદ થયો છે અને મહંતસ્વામી મહારાજને ધન્યવાદ આપું છું આ શતાબ્દી મહોત્સવના આયોજન માટે. આપણે સૌ સંતો મહંતો એક થઈને કાર્ય કરીશું તો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું.”

Most Popular

To Top