SURAT

સુરતનું તાપમાન 13.6 ડિગ્રી પર પહોંચતા સુરતીઓએ સિઝનનો સૌથી ઠંડો દિવસ માણ્યો

સુરત: (Surat) ઉત્તર ભારતમાં સતત વધેલી ઠંડીને (Winter) કારણે શહેરમાં પણ ઠંડી વધી રહી છે. ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા અને સૂકા પવન (Winter) ફૂંકાતા શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. એવામાં જ રવિવારે (Sunday) સુરતનું તાપમાન (Temperature) 13.6 ડિગ્રી પર પહોંચતા સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ રહ્યો હતો. શહેરીજનોએ આખી રાત્રીની સાથે પરોઢે પણ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ તરફથી જણાવ્યું હતું કે આગામી દિવસમાં શહેરના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાથી ઠંડી ઘટી શકે તેવી સંભાવના છે.

  • શહેરનું તાપમાન 13.6 ડિગ્રી પર પહોંચતા સિઝનનો સૌથી ઠંડો દિવસ
  • ઉત્તર પૂર્વના ઠંડા અને સૂકા પવનથી ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ, શહેરીજનો સ્વેરટ પહેરી હરવું ફરવું પડ્યું
  • ઉત્તર દિશા તરફથી 7 કિલો મીટર પ્રતિ કલાકે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા જ રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રી ઘટીને 13.6 ડિગ્રીએ પહોંચ્યું
  • છેલ્લા બે દિવસથી શહેરીજનો સ્વેરટ પહેરીને હરતા ફરતા દેખાયા હતા

ડિસેમ્બર મહિનાના એન્ડિંગમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. ઠંડી પવનોને કારણે પારો ગગડ્યો હતો. જે પછી ગત રાતથી હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ હતી. શનિવારે શહેરનું લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી રહ્યું હતું. જોકે, મોડી સાંજથી ઉત્તર દિશા તરફથી 7 કિલો મીટર પ્રતિ કલાકે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા જ રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રી ઘટીને 13.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી પર રહ્યું છે. ઉપરાંત ઉત્તર પૂર્વ દિશા તરફથી 5 કિલો મીટર પ્રતિ કલાકે ઠંડા અને સૂકા પવનો ફૂંકાયા હતા.

શનિવારની મોડી રાતથી પરોઢીયા દરમિયાન શહેરમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. ઉપરાંત શનિવાર અને રવિવાર એમ છેલ્લા બે દિવસથી શહેરીજનો સ્વેરટ પહેરીને હરતા ફરતા દેખાયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરના લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. જેને કારણે ઠંડીનું જોર ઘટશે. એવી જ રીતે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. આમ, આવા તાપમાનથી શહેરીમાં સામાન્ય ઠંડીનો અહેસાસ થશે.

Most Popular

To Top