સુરત: સુરતના (Surat) અમરોલી (Amroli) વિસ્તારમાં અંજની ઈન્ડસ્ટ્રીયલમાં (Anjani Industrial) કારખાના માલિક સહિત ત્રણની હત્યા (Murder) કરી બે કારીગરો ફરાર થયો હોવાનો બનાવ બન્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બે આરોપી ધરપકડ (Arrest) કરી લીધી છે. હત્યાની ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો (Vedanta Taxo) નામના કારખાનાના માલિક સહિત ત્રણ વ્યક્તિની કપરી હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કારખાનામાં કામ કરતા બે કારીગરો દ્વારા જ આ ઘટનાને અંજામ આપવામાંં આવ્યો હતો. કારખાનાના માલિકે નોકરી પરથી કાઢી મૂકતા બે કારીગરો કારખાનાના માલિક સહિત ત્રણ વ્યક્તિની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
અંજની ઈન્ડસ્ટ્રીમાં વેદાંત ટેક્સો નામાનું કારખાનું આવ્યું છે. જ્યાં આજે મારામારીની ઘટના બની હતી. જેમાં બે કારીગરોએ કારખાનાના માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકીયાસ તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણેય જણાના મોત થયા હતા. ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણકારી આપતા ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરોને દસ દિવસ પહેલા છૂટા કરી દીધા હતા. અને તેની જ અદાવતમાં કારીગરોએ હત્યાને અંજામ આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નાઇટશીપમાં કામ કરતા કારીગરને યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખી આજે સવારે તેઓ કારખાને પહોંચી કારખાનાના માલિક તેના, પિતા તેમજ તેના મામાની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જેમાંથી એક સગીર વયનો છે અને એક પુખ્ત વયનો છે.
હત્યા બાદ આરોપીઓ થયા ફરાર
ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે વેદાંત ટેક્સોના માલિક કલ્પેશ ધોળકિયા દ્વાર એક કારીગરે નોકરી પરથી કાઢી મૂક્યો હતો. પોલીસે જણાવ્યું કે કારખાનામાં એક કારીગરે ભૂલ કરતા માલ ખરાબ થયો હતો, જેને લઈને માલિકે રૂપિયા આપી નોકરી પરથી કાઢી મૂક્યો હતો. ત્યારે બાદ નોકરી પરથી કાઢી મૂકેલો કારીગર અને તેની સાથે અન્ય એક વ્યક્તિ આજે સવારે કારખાના પર આવી માલિક સાથે મારમારી કરવા લાગ્યો હતો. અને કારીગરોએ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશને બચાવવા જતા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ પણ દોડી આવ્યા હતા. ત્યારે કારીગરોએ તેમને ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા. કલ્પેશ સહિત ત્રણેય વ્યક્તિની હત્યા બાદ કારીગરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પરિવારજનોને જ્યારે ઘટના અંગે જાણકારી મળી ત્યારે પરિવાજનોએ તાત્કાલિક તપાસની માંગ કરી હતી. એટલું જ નહીં જ્યાં સુધી હત્યારોએ ઝડપાઈ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારમાં ન આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાના બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ બે આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એકની ઉંમર માત્ર 18 વર્ષની છે જ્યારે અન્ય યુવાન પુખ્ત વયનો છે.