વડોદરા: પાંચ વર્ષે આખરે રાજ્યનો સૌથી લાંબોવર બ્રિજ વડોદરા શહેર પૂર્ણતાના આરે છે.ત્યારે આગામી 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રી આ બ્રિજનું લોકાર્પણ કરશે.જે વ્યવસ્થાના ભાગરૂપે પાલિકાની વડી કચેરી ખાતે મેયર કેયુર રોકડિયાની ખાસ ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ,પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.
મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે આગામી 25મી તારીખે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે વડોદરા શહેરના સૌથી લાંબા ફ્લાયઓવર અને એમાં પણ અટલ બ્રિજ નામથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. એની સાથે વડોદરા શહેરની ઐતિહાસિક ઈમારત એવી ન્યાય મંદિરના અર્પણની વિધિ પણ તેમની ઉપસ્થિતિમાં થવાની છે અને એની સાથે સમા ખાતે ગાર્ડનનું પણ લોકાર્પણ થવાનું છે.આ ત્રણેય લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. એ વ્યવસ્થાની માટે આ મીટીંગ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી કયા ભાગથી આવશે અને ક્યાંથી લોકાર્પણ થશે.ગેડા સર્કલ પાસે લોકાર્પણ રાખવામાં આવ્યું છે.ત્યારે બિન કટની સાથે તકતી અનાવરણ પણ રાખવામાં આવશે.ત્યારબાદ બ્રિજની ઉપર મુખ્યમંત્રીશ્રીનો કાફલો સર્વપ્રથમ જશે અને ત્યાર પછી સર સયાજી નગર ગૃહ ખાતે પણ જાહેર કાર્યક્રમ બપોરે રાખવામાં આવ્યો છે.તેમાં સર્વે નગરજનોને પણ ઉપસ્થિત રહેવા હું આમંત્રિત કરું છું અને વડોદરા શહેરને સૌથી લાંબો ફ્લાવર મળવા જઈ રહ્યો છે અને એ આપણા સૌના માટે આનંદની વાત છે સૌનો સમય અને પેટ્રોલ પણ ભવિષ્યમાં બચે એ દિશાની અંદર કોર્પોરેશન એ ખૂબ ઐતિહાસિક પગલું ભર્યું છે.
આ બ્રીજના નીચે સરસ મજાનું ગાર્ડનિંગ થાય બ્રિજના અપ એન્ડ ડાઉન જે રેમ્પ છે એની નીચે પણ પેવર બ્લોક અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે અને એની સાથે ભવિષ્યની અંદર બ્રિજની ઉપરથી લોકો પસાર થતા થઈ જશે.
ત્યારે નીચે પણ હવે ઝડપથી કાર્પેટ કલર અને મલ્ટીક કલરમાં પીલર રંગવાના અને એમાંય ભવિષ્યમાં કોર્પોરેશન એક આયોજન વિચારી રહી છે. એ મુજબ ત્યાં એલઈડી સ્ક્રીન લગાડીને ભવિષ્યમાં એનું પણ ટેન્ડર પ્રોસેસ કરીને સરસ મજાનું એક બ્યુટીફિકેશન થાય એ દિશાની અંદર કોર્પોરેશન કામ કરવા જઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.