World

ક્રિસમસની ઉજવણીની તૈયારી વચ્ચે પેરિસમાં ગોળીબાર, 3નાં મોત

નવી દિલ્હી: ક્રિસમસની (Christmas) ઉજવણીને હવે થોડાં જ કલાકો બાકી છે ત્યાં ફ્રાંસની રાજધાની પેરિસમાં (Paris) શુક્રવારના રોજ ગોળીબાર (Firing) થયો છે. આ ગોળીબારમાં 3 લોકોના મોતની (Death) જાણકારી મળી આવી છે આ સાથે 3 લોકો ધાયલ (Injured) પણ થયા હોય તેવી જાણકારી મળી આવી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગોળીબાર દરમ્યાન ધાયલ થયેલા 69 વર્ષીય સંદિગ્ઘ નામના વ્યકિતની ધરપકડ પોલીસ (Police) દ્વારા કરવામાં આવી છે. જો કે તેણે શા માટે પેરિસના કુર્દિશ સાંસ્કૃકિક કેન્દ્રને નિશાન બનાવ્યું હતું તે જાણી શકાયું નથી. આ સાથે પોલીસને વઘુ તપાસ દરમ્યાન જાણકારી મળી આવી છે કે તેઓને આ હુમલો કોઈ કારણસર અથવા આ આતંકી હુમલો હોય તેવા કોઈ સંકેતો મળી આવ્યા નથી.

જાણાકરી મુજબ પેરિસમાં આ ગોળીબાર થયાં પછી પ્રોસિક્યુશન ઓફિસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે. આ સાથે આ મામલે સંદિગ્ધ નામના વ્યકિતની ઓળખ પણ ગુનેગાર તરીકે કરવામાં આવી છે. પોલીસે ધટના સ્થળે પોતાનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સાથે જે સ્થળે ગોળીબાર કરવામાં આવ્યો હતો તે સ્થળ ગારે ડે લ ઈસ્ટ ટ્રેન સ્ટેશન નજીકનો છે કે જે ભીડભાડવાળો જ હોય છે. આ વિસ્તારમાં ઘણી દુકાનો આવી છે. આ ઉપરાંત ગોળીબાર પણ એવા સમયે કરવામાં આવ્યો કે જયારે ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે સ્થળે ગોળીબાર કરવામાં આવ્યો હતો તે સ્થળને ચારે તરફથી પોલીસે ધેરી લીધો છે તેમજ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે જણાવ્યું છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જેણે આ ગોળીબાર કર્યો હતો તે પોતે જ ધાયલ થયો હતો તેમજ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આ સાથે આ ઘટનામાં ધાયલ થયેલા 3 પૈકી 1ની હાલત ગંભીર હોય તેવું જાણવા મળ્યું હતું. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ હુમલાને આતંકી હુમલો કહી શકાય તેવા કોઈ સંકેતો મળી આવ્યા નથી. જણાવી દઈએ કે ફ્રાંસમાં છેલ્લાં ધણાં સમયથી આતંકી હુમલો થયા છે જેમાં ધણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Most Popular

To Top