Entertainment

રતિ અને અભિનય, એક દુજે કે લિયે..

સાઉથની ફિલ્મોથી હિન્દી ફિલ્મોમાં આવેલી પણ જન્મે સાઉથ નહીં હોય એવી અભિનેત્રીઓમાં એક રતિ અગ્નિહોત્રી પણ છે. તે જ્યારે તેની પહેલી ફિલ્મ ‘પુડિયા વરપુકલ’માં આવી ત્યારે માત્ર 16 વર્ષની હતી. એ ફિલ્મ ત્યારે બ્લોકબસ્ટર સાબિત થયેલી. પછી તો તેણે 3 વર્ષમાં 32 જેટલી કન્નડ, તેલુગુ ફિલ્મોમાં કામ કરેલું. તેની ફિલ્મોના હીરો રજનીકાંત, કમલહાસન, શોભન બાબુ, નાગેશ્વર રાવ વગેરે હતા. આમ પણ તે ભલે દિલથી તમિલ છે ને પંજાબી કુટુ઼બમાં પેદા થઇ છે. 1960માં તે મુંબઇમાં જન્મી હતી. મિસ ઇન્ડિયા રહી ચુકેલી અનિતા અગ્નિહોત્રીની તે બહેન છે. સામાન્ય પણે મિસ ઇન્ડિયા યા મિસ વર્લ્ડને ફિલ્મોમાં પ્રથમ તક મળે પણ રતિએ માત્ર 10 વર્ષની ઉંમરે મોડલીંગ કરતી થઇ ગઇ હતી. એકવાર ભારતી રાજા નામના દિગ્દર્શકે સ્કૂલના નાટકમાં તેનો અભિનય જોયો અને નક્કી કરી લીધું કે આને હું ફિલ્મમાં તક આપીશ. 1979માં રતિની પ્રથમ ફિલ્મ આવી ત્યારે જોકે તે 16 વર્ષની થઇ ચુકી હતી.

10 ડિસેમ્બરે જન્મેલી રતિની હિન્દી ફિલ્મમાં એક દુજે કે લિયે જેથી સુપરહિટ ફિલ્મથી ઓળખ થઇ અને પછી હિન્દી ફિલ્મોની સફળતા તેની પાછળ ચાલી છે. જોકે પહેલી ફિલ્મમાં મળેલી સફળતા તે જોઇએ જ્ઞેલી આગળ વધારી ન શકી. ‘ફર્જ ઔર કાનૂન’, કુલી, તવાયફ, આપ કે સાથ, હકુમત જેવી ફિલ્મોમાં જરૂર તેની હાજરી મહત્ત્વની હતી છતાં તેને જે ટોપ પર રહેવાની અપેક્ષા હતી તેમ નહોતું થયું અને તેથી તે લગભગ નિવૃત્ત જેવી થઇ ગયેલી. ઠેક 16 વર્ષ પછી તે કુલ ખટ્ટી કુછી મીઠી અને તમિલ ‘મજનું’માં આવેલી એટલું જ નહીં એમ ઓડ ટુ લોસ્ટ લવ નામની અંગ્રેજી અને આઇના તે નામની બંગાળી ફિલ્મમાં પછી કામ કર્યું.

2005માં તો તેણે પ્લીઝ ડાયવોર્સમી ડાર્લિંગ નામના નાટકમાં ય કામ કર્યું અને સિક્સર નામની ટી.વી. સિરીયલમાં પણ તેણે દેખાવું પસંદ કર્યુ. એકવાર ફિલ્મોથી પ્રસિધ્ધ મેળવનારને ફરી પ્રસિધ્ધિની ઇચ્છા થતી જ હોય છે. રતિ હવે તો તનુજ નામના પુત્રની મા છે અને પોતાનો ઘણો સમય પોલાન્ડમાં વિતાવે છે. ત્યાં તેની બહેન અનિતા સાથે તેણે ભારતીય રેસ્ટોરાંની ચેઇન શરૂ કરી છે. 9 ફેબ્રુઆરી 1985માં અનિલ વિરવાણીને પરણેલી. રતિ જોકે 2015માં ડાયવોર્સ આપી ચુકી છે. કુલ 141 ફિલ્મ અને ટી.વી.નો ભાગ રહેલી રતિ અત્યારે પણ કભી તો મિલેગી ટી.વી. સિરિયલ અને એગ્રીમેન્ટ એક દાસ્તાનમાં આવી રહી છે.

Most Popular

To Top