‘હરિજન’ના તા. 30મી નવેમ્બર, 1947ના અંકમાં ભારતીય બનેલી એક અંગ્રેજ સ્ત્રીએ પોતે જ અપનાવેલ. દેશ ભારતનાં નાગરિકોને અપીલ કરતાં લખ્યું હતું કે 22 વર્ષ પહેલાં હું એક અટવાયેલી ભ્રમણ કરનાર સ્ત્રી હતી, પણ મને ભારતમાં આત્માનો નિવાસ મળ્યો, એ ભારતમાં જયાં મહાકાવ્યોમાં ઇતિહાસના યુગે પુનરાવર્તન પામે છે. યુદ્ધથી બેહાલ થયેલા વિશ્વ સમક્ષ હું અમાપ પ્રેરણા અને ઉત્સાહથી પ્રકાશ અને આશાના કથાનકમાં ડૂબી ગઇ હતી. બાપુમાં મને એક માર્ગદર્શક તારો દેખાયો અને હિંદુત્વમાં સત્યનાં દર્શન થયાં. તેણે લખ્યું છે મને ભાગ્યે જ ખબર હતી કે 22 વર્ષ પછી હું ભારત માતાની છાતી તેનાં જ બાળકો ચીરી નાંખશે અને સત્યના શબ્દને એ લોકો જ કચડી નાંખશે, જેઓ પોતાને હિંદુ કહેવડાવે છે.
આ આક્રોશ મીરાંબેનનો હતો. 1925ના નવેમ્બરમાં બાપુ સાથે રહી તેમની સાથે કામ કરવા આવેલી એક બ્રિટીશ એડમિરલની દીકરી મીરાંબેન પોતાના ‘બાપુ’ સાથે કામ કરવા તેમના સાબરમતી આશ્રમમાં આવ્યાં હતાં અને ભારતની આઝાદી માટે પ્રચાર કરવા બ્રિટન અને અમેરિકાના પ્રવચન પ્રવાસે નીકળ્યાં હતાં. તેઓ પોતે અપનાવેલા દેશના હિતાર્થે ઘણી વાર લાંબો સમય જેલમાં પણ રહ્યા છે. તેમણે ગાંધીના અસ્પૃશ્યતાનિવારણ, ખાદીપ્રોત્સાહન અને હિંદુ મુસ્લિમ એકતાના સિદ્ધાંતોને વિચારમાં અને આચરણમાં અપનાવ્યા હતા.
ઉપખંડના ભાગલાને પગલે હિંદુઓ, મુસલમાનો અને શીખો હિંસાના કર્તા હતા અને ભોગ બનતા હતા. મીરાંબેનના ગુરુ બાપુ હિંસાને દબાવવા વીરતાપૂર્વક કામ કરતા હતા. કલકત્તાને શાંત પાડી ગાંધી દિલ્હી ગયા જયાં પરિસ્થિતિ ચોંકાવનારી હતી. ભાગલા પછી નિરાશ્રિત બનેલા હિંદુઓ અને શીખો હજી પણ દિલ્હીમાં રહેલા મુસલમાનો સામે બદલો લેવા માંગતા હતા. ગાંધીને એવી આશા હતી કે તેઓ ઉત્તર ભારતમાં મુસલમાનોની સુરક્ષા વ્યવસ્થા કરી સરહદો પર જઇ હજી પાકિસ્તાનમાં રહી ગયેલા હિંદુઓ અને શીખોની સુરક્ષાની વ્યવસ્થા કરે. આમ છતાં દિલ્હી અને તેની આસપાસના ઇલાકામાં શાંતિની પુન:સ્થાપનાનું કામ ગાંધી માટે ધારણાથી ઘણું વધારે અઘરું હતું. ક્રોધે ભરાયેલા હિંદુઓ અને શીખોની લાગણી હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી અંતિમવાદી સંસ્થાઓ વધારે ભડકાવતી હતી અને ભારતમાં રહેવાનું પસંદ કરનાર મુસલમાનો સામે ધિક્કારની લાગણીને ઉત્તેજન આપતી હતી.
તા. 24મી ઓકટોબર, 1947ના દિવસે દિલ્હી પોલીસના એક હેવાલમાં જણાવાયું હતું કે સંઘના સ્વયંસેવકોના જણાવ્યાનુસાર દિલ્હીમાં થોડા સમય પહેલાં શરૂ થયેલી કત્લેઆમ જેવી હિંસા ફરી શરૂ થશે તો જ મુસલમાનો ભારત છોડીને જતા રહેશે. મહાત્મા ગાંધી દિલ્હી છોડીને જાય તેની રાહ જોઇને તેઓ બેઠા હતા. ગાંધી દિલ્હીમાં હોય ત્યાં સુધી તેઓ કંઇ કરી શકે તેમ ન હતા. તા. 15મી નવેમ્બર, 1947ને દિને જાસૂસી તંત્રના એક હેવાલમાં જણાવાયું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો, ખાસ કરીને પશ્ચિમ પંજાબથી નિરાશ્રિત તરીકે આવેલા કાર્યકરો દિવાળી પછી કોમી હુલ્લડ કરવાનો ઇરાદો ધરાવે છે. તેઓ કહે છે કે મુસલમાનો દિલ્હીમાં ફરતા હોય તે અમારાથી જોઇ શકાતું નથી.
1947ના ઓકટોબર અને નવેમ્બરમાં મીરાંબેન દિલ્હીમાં હતાં અને હિંદુઓના મગજમાં વધુ ને વધુ ઘર કરી જતી ધિક્કારની લાગણીને ભયાવહ નજરે નિહાળતાં હતાં. આથી મીરાંબેને સામાન્ય રીતે ભારતીયોને અને ખાસ કરીને હિંદુઓને અપીલ કરી પૂછયું કે આપણે આઝાદી આને માટે મેળવી છે? આપણે દીવાનો પ્રદેશ બનવું છે કે અંધકારનો? હિંદુઓ ધાર્મિક અસહિષ્ણુતા દાખવી પોતાની જાતને ચડિયાતા સમજે છે? આજે મુસલમાનોને મૂળસોતાં ઉખેડી નાંખશે તો કાલે બીજા બિનહિંદુનો વારો આવે? પણ આ પરિસ્થિતિને પરિપકવ હિંદુઓ નિવારી શકશે અને તેને ખાતરી થશે કે આ ઝનૂનીઓનું કામ છે.
આજે 75 વર્ષ પછી પણ મને મીરાંબેનની અપીલ સંબધ્ધ લાગે છે. પોતાને હિંદુઓ કહેવડાવતાં લોકોએ સત્યને કચડી નાખ્યું છે એ વિધાન ભારતીય જનતા પક્ષના આઇ.ટી. સેલને અક્ષરશ: લાગુ પડે છે. હિંદુઓ પોતાને ચડિયાતાં સમજે છે? એવી તેમની વાત આજે ભારતમાં સત્તા પરના પક્ષની વિચારધારાનું બરાબર પ્રતિબિંબ પાડે છે. તેઓ હવે એવું માને છે કે મુસલમાનોએ હિંદુઓ કરતાં પોતે હલકાં હોવાનું સ્વીકારવું રહ્યું.
હિંદુ માનસ સમતોલ બની શકશે? 1947-48ના શિયાચીનમાં ગાંધીના ઉપવાસને કારણે તે શકય હતું. 78 વર્ષના એક ડોસાના કોમી એકતા માટેના ઉપવાસે લોકોને શરમાવ્યા હતા. ગાંધીની હત્યા પછી નેહરુ અને સરદાર નજીક આવ્યા તે શકય બન્યું હતું. 1948થી 1950નાં વર્ષોમાં નેહરુ અને સરદારે હળીમળીને કામ કર્યું હતું અને હિંદુત્વનું જોર નરમ પડયું હતું. રાજય પર બહારથી હુમલો કરનાર હિંદુત્વ હવે સત્તા પર છે અને ન્યાય તંત્ર તેમજ લશ્કરી તંત્ર સહિતની દરેક સંસ્થાઓ પર તેનું વર્ચસ્વ છે. હિંદુત્વને સત્તા પરથી કેવી કટોકટી, હોનારત અને સ્વપ્નિલ નેતાગીરી પેદા થશે? કે હિંદુ માનસ આપણને ભાગલાવાદીઓ ‘વિદ્વંસક ભાવિમાં ધકેલી કયારેય સમતુલા પ્રાપ્ત નહીં કરે? ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘હરિજન’ના તા. 30મી નવેમ્બર, 1947ના અંકમાં ભારતીય બનેલી એક અંગ્રેજ સ્ત્રીએ પોતે જ અપનાવેલ. દેશ ભારતનાં નાગરિકોને અપીલ કરતાં લખ્યું હતું કે 22 વર્ષ પહેલાં હું એક અટવાયેલી ભ્રમણ કરનાર સ્ત્રી હતી, પણ મને ભારતમાં આત્માનો નિવાસ મળ્યો, એ ભારતમાં જયાં મહાકાવ્યોમાં ઇતિહાસના યુગે પુનરાવર્તન પામે છે. યુદ્ધથી બેહાલ થયેલા વિશ્વ સમક્ષ હું અમાપ પ્રેરણા અને ઉત્સાહથી પ્રકાશ અને આશાના કથાનકમાં ડૂબી ગઇ હતી. બાપુમાં મને એક માર્ગદર્શક તારો દેખાયો અને હિંદુત્વમાં સત્યનાં દર્શન થયાં. તેણે લખ્યું છે મને ભાગ્યે જ ખબર હતી કે 22 વર્ષ પછી હું ભારત માતાની છાતી તેનાં જ બાળકો ચીરી નાંખશે અને સત્યના શબ્દને એ લોકો જ કચડી નાંખશે, જેઓ પોતાને હિંદુ કહેવડાવે છે.
આ આક્રોશ મીરાંબેનનો હતો. 1925ના નવેમ્બરમાં બાપુ સાથે રહી તેમની સાથે કામ કરવા આવેલી એક બ્રિટીશ એડમિરલની દીકરી મીરાંબેન પોતાના ‘બાપુ’ સાથે કામ કરવા તેમના સાબરમતી આશ્રમમાં આવ્યાં હતાં અને ભારતની આઝાદી માટે પ્રચાર કરવા બ્રિટન અને અમેરિકાના પ્રવચન પ્રવાસે નીકળ્યાં હતાં. તેઓ પોતે અપનાવેલા દેશના હિતાર્થે ઘણી વાર લાંબો સમય જેલમાં પણ રહ્યા છે. તેમણે ગાંધીના અસ્પૃશ્યતાનિવારણ, ખાદીપ્રોત્સાહન અને હિંદુ મુસ્લિમ એકતાના સિદ્ધાંતોને વિચારમાં અને આચરણમાં અપનાવ્યા હતા.
ઉપખંડના ભાગલાને પગલે હિંદુઓ, મુસલમાનો અને શીખો હિંસાના કર્તા હતા અને ભોગ બનતા હતા. મીરાંબેનના ગુરુ બાપુ હિંસાને દબાવવા વીરતાપૂર્વક કામ કરતા હતા. કલકત્તાને શાંત પાડી ગાંધી દિલ્હી ગયા જયાં પરિસ્થિતિ ચોંકાવનારી હતી. ભાગલા પછી નિરાશ્રિત બનેલા હિંદુઓ અને શીખો હજી પણ દિલ્હીમાં રહેલા મુસલમાનો સામે બદલો લેવા માંગતા હતા. ગાંધીને એવી આશા હતી કે તેઓ ઉત્તર ભારતમાં મુસલમાનોની સુરક્ષા વ્યવસ્થા કરી સરહદો પર જઇ હજી પાકિસ્તાનમાં રહી ગયેલા હિંદુઓ અને શીખોની સુરક્ષાની વ્યવસ્થા કરે. આમ છતાં દિલ્હી અને તેની આસપાસના ઇલાકામાં શાંતિની પુન:સ્થાપનાનું કામ ગાંધી માટે ધારણાથી ઘણું વધારે અઘરું હતું. ક્રોધે ભરાયેલા હિંદુઓ અને શીખોની લાગણી હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી અંતિમવાદી સંસ્થાઓ વધારે ભડકાવતી હતી અને ભારતમાં રહેવાનું પસંદ કરનાર મુસલમાનો સામે ધિક્કારની લાગણીને ઉત્તેજન આપતી હતી.
તા. 24મી ઓકટોબર, 1947ના દિવસે દિલ્હી પોલીસના એક હેવાલમાં જણાવાયું હતું કે સંઘના સ્વયંસેવકોના જણાવ્યાનુસાર દિલ્હીમાં થોડા સમય પહેલાં શરૂ થયેલી કત્લેઆમ જેવી હિંસા ફરી શરૂ થશે તો જ મુસલમાનો ભારત છોડીને જતા રહેશે. મહાત્મા ગાંધી દિલ્હી છોડીને જાય તેની રાહ જોઇને તેઓ બેઠા હતા. ગાંધી દિલ્હીમાં હોય ત્યાં સુધી તેઓ કંઇ કરી શકે તેમ ન હતા. તા. 15મી નવેમ્બર, 1947ને દિને જાસૂસી તંત્રના એક હેવાલમાં જણાવાયું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો, ખાસ કરીને પશ્ચિમ પંજાબથી નિરાશ્રિત તરીકે આવેલા કાર્યકરો દિવાળી પછી કોમી હુલ્લડ કરવાનો ઇરાદો ધરાવે છે. તેઓ કહે છે કે મુસલમાનો દિલ્હીમાં ફરતા હોય તે અમારાથી જોઇ શકાતું નથી.
1947ના ઓકટોબર અને નવેમ્બરમાં મીરાંબેન દિલ્હીમાં હતાં અને હિંદુઓના મગજમાં વધુ ને વધુ ઘર કરી જતી ધિક્કારની લાગણીને ભયાવહ નજરે નિહાળતાં હતાં. આથી મીરાંબેને સામાન્ય રીતે ભારતીયોને અને ખાસ કરીને હિંદુઓને અપીલ કરી પૂછયું કે આપણે આઝાદી આને માટે મેળવી છે? આપણે દીવાનો પ્રદેશ બનવું છે કે અંધકારનો? હિંદુઓ ધાર્મિક અસહિષ્ણુતા દાખવી પોતાની જાતને ચડિયાતા સમજે છે? આજે મુસલમાનોને મૂળસોતાં ઉખેડી નાંખશે તો કાલે બીજા બિનહિંદુનો વારો આવે? પણ આ પરિસ્થિતિને પરિપકવ હિંદુઓ નિવારી શકશે અને તેને ખાતરી થશે કે આ ઝનૂનીઓનું કામ છે.
આજે 75 વર્ષ પછી પણ મને મીરાંબેનની અપીલ સંબધ્ધ લાગે છે. પોતાને હિંદુઓ કહેવડાવતાં લોકોએ સત્યને કચડી નાખ્યું છે એ વિધાન ભારતીય જનતા પક્ષના આઇ.ટી. સેલને અક્ષરશ: લાગુ પડે છે. હિંદુઓ પોતાને ચડિયાતાં સમજે છે? એવી તેમની વાત આજે ભારતમાં સત્તા પરના પક્ષની વિચારધારાનું બરાબર પ્રતિબિંબ પાડે છે. તેઓ હવે એવું માને છે કે મુસલમાનોએ હિંદુઓ કરતાં પોતે હલકાં હોવાનું સ્વીકારવું રહ્યું.
હિંદુ માનસ સમતોલ બની શકશે? 1947-48ના શિયાચીનમાં ગાંધીના ઉપવાસને કારણે તે શકય હતું. 78 વર્ષના એક ડોસાના કોમી એકતા માટેના ઉપવાસે લોકોને શરમાવ્યા હતા. ગાંધીની હત્યા પછી નેહરુ અને સરદાર નજીક આવ્યા તે શકય બન્યું હતું. 1948થી 1950નાં વર્ષોમાં નેહરુ અને સરદારે હળીમળીને કામ કર્યું હતું અને હિંદુત્વનું જોર નરમ પડયું હતું. રાજય પર બહારથી હુમલો કરનાર હિંદુત્વ હવે સત્તા પર છે અને ન્યાય તંત્ર તેમજ લશ્કરી તંત્ર સહિતની દરેક સંસ્થાઓ પર તેનું વર્ચસ્વ છે. હિંદુત્વને સત્તા પરથી કેવી કટોકટી, હોનારત અને સ્વપ્નિલ નેતાગીરી પેદા થશે? કે હિંદુ માનસ આપણને ભાગલાવાદીઓ ‘વિદ્વંસક ભાવિમાં ધકેલી કયારેય સમતુલા પ્રાપ્ત નહીં કરે?
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.