માંડવી: (Mandvi) માંડવીના નવા પુલ (Bridge) પરથી વહેલી સવારે અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ (Steering) પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા પાંચ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. પાંચેય વ્યક્તિઓ ગતરોજ ઉમરપાડાના છોટા રામપુરા ગામે બારમાંની વિધિમાં આવ્યા હતા. કારમાં સવાર લોકો સુરત (Surat) જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે આ ઘટના બની હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા ન હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માંડવીના નવા પુલ ઉપરથી વહેલી સવારે પસાર થતી અલ્ટો કાર નં- Gj-19.BE-4820 માં બેઠેલા પાંચ વ્યક્તિ સુરત જતી વેળાએ સામેથી આવતી ગાડીની લાઈટ આંખ ઉપર લાગતા કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાવતા અલ્ટો કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં કારમાં બેઠેલા પાંચેય વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ સ્થળ ઉપર અલ્ટો કારનો કચ્ચરઘાણ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અલ્ટો કારમાં સવાર પાંચેય વ્યક્તિઓ ગતરોજ ઉમરપાડાના છોટા રામપુરા ગામે બારમાંની વિધિમાં આવ્યા હતા અને વહેલી સવારે સુરત જતી વખતે આ અકસ્માતમાં સર્જાયો હતો.
ગિરિમથક સાપુતારાનાં રોપવે રિસોર્ટનાં કેબિનમાં કાર ઘુસી જતા અફરા તફરી
સાપુતારા : મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ તેઓની ટાટા વિંગર ગાડી ન. એમ.એચ.04.ડી.ડબ્લ્યુ 1981માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે આવ્યા હતા. આજે મોડી સાંજે સાપુતારાનાં ટેબલપોઈંટ પરથી હરી ફરીને તેઓની ટાટા વિંગર ગાડીમાં સવાર થઈ નીચે ઉતરી રહ્યા હતા. તે વેળાએ ટેબલ પોઈંટનાં ઉતરાણમાં આવેલા રોપવે રિસોર્ટ નજીક ટાટા વિંગર ગાડીનાં ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ગાડી રોપવેનાં કેબિનમાં ઘુસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી ટાટા વિંગર ગાડી રોપવે રિસોર્ટનાં કેબિનનાં દીવાલ સાથે ભટકાઈને થંભી જઈ ખીણમાં ખાબકતા બચી ગઈ હતી.
આ બનાવમાં ટાટા વિંગર ગાડીએ રોપવે રિસોર્ટનાં બે વોચમેનને અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજા પહોચતા ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સાપુતારા પી.એચ.સી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે નવસારી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવમાં રોપવે રિસોર્ટનાં શેડ સહીત ટાટા વિંગર ગાડીને જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.