ભરૂચ: ગુજરાતમાં (Gujarat) અવારનવાર માદક દ્રવ્યોની હેરાફેરીના સમચારો સામે આવે છે ત્યારે ભરૂચની (Bharuch) ઝાડેશ્વર ચોકડી ઉપર SOGએ મધરાતે બે બોલેરો સાથે 20 વ્યક્તિના સ્ટાફ સાથે વોચ ગોઠવી બાઇક ઉપર કરજણ તરફથી આવતા બે પેડલરોને (Paddlers) ચરસના (Hashish) એક કિલો જથ્થા સાથે શહેરમાં ઘૂસતા પહેલાં જ ઊંચકી લીધા હતા. ભરૂચ SOGએ ડ્રગ્સની બાતમીના આધારે શુક્રવારે મધરાતે ઝાડેશ્વર ચોકડી સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે વડોદરા કરજણ તરફથી યામાહા બાઇક ઉપર બે યુવાન નશીલા પદાર્થનો જથ્થો લઈ આવી રહ્યાની બાતમી મુજબ બાઇક આવતાં તેને કોર્ડન કરી અટકાવાઈ હતી. બંને યુવાનોની જડતી લેતાં ખાખી ખોખામાં સેલોટેપથી વીંટાળેલું બોક્સ મળી આવ્યું હતું.
- બાઇક ઉપર ડભોઇના બામરોલી નજીકથી ચરસનો જથ્થો લાવી ઝાડેશ્વરના બંને યુવાન છૂટક વેચાણ કરતા હતા
- મધ્યપ્રદેશથી આવેલું ચરસ બંને યુવાનને સીતારામ નામના શખ્સે આપ્યું હતું
- બાઇક, ચરસ, બે મોબાઈલ મળી કુલ રૂ.3.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
SOG પોલીસે બોક્પસ ખોલી રીક્ષણ કરતા ચરસનો જથ્થો મળી આવ્યો હતો
વજન કાંટા અને એફએસેલ સાથે હાજર એસઓજી એ બોક્સ ખોલી તેનું પરીક્ષણ કરાવતાં તે ચરસનો જથ્થો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ દ્વારા ઝાડેશ્વરના વડવાળા ફળિયામાં રહેતો ભાવેશ ઉર્ફે કાલુ રમેશ વસાવા અને ભૌતિક ઉર્ફે એલિયન પરેશ શાહની 1 કિલો અને 39 ગ્રામ કિંમત રૂપિયા 1.55 લાખના ચરસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. બંને યુવાનો છેલ્લા કેટલાક મહિનાથી શોર્ટકટમાં કમાઈ લેવા છૂટક વેચાણ માટે ચરસનો વેપલો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.
ચરસનો જથ્થો મધ્ય પ્રદેશથી આવ્યો હતો
આ જથ્થો ડભોઇ નજીકના બામરોલી ગામ પાસે સીતારામ ઉર્ફે રામદેવ તેમને આપી ગયો હતો. જે મધ્યપ્રદેશ તરફથી આવ્યો હતો. એસઓજીએ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ બંને આરોપીની બાઇક, બે મોબાઈલ અને ચરસ મળી કુલ રૂ.3.17 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ સીતારામની શોધખોળ આરંભી છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ટ્રકમાં લઇ જવાતો દારૂનો જથ્થો પારડી હાઇવે પરથી ઝડપાયો
પારડી : ચૂંટણી બાદ સંઘપ્રદેશની બોર્ડર પરથી આર્મી જવાનોનું ચેકિંગ બંધ થતા બુટલેગરો આવનારી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેનો દારૂ હેરાફેરી કરવા માટેની મથામણ શરૂ કરી દીધી છે. ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે થર્ટી ફર્સ્ટ પહેલા પારડીમાં સપાટો બોલાવી દીધો છે અને હાઇવેથી દારૂ ભરી પસાર થતી ટ્રક ઝડપી પારડી પોલીસને હવાલે કરી છે.
વલસાડ LCB ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી
બાતમીવાળી ટ્રક આવતા જેને રોકી તલાશી લેવામાં આવી હતી
તેજપાલસિંહને ટ્રક નં GJ-10-Z-6509માં દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે થઈ સુરત તરફ જતી હોવાની બાતમી મળતા પારડી શ્રીનાથ હોટલ સામે હાઇવે આગળ વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા જેને રોકી તલાશી લેવામાં આવતા પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ 696 જેની કિંમત રૂ 3,84,000 નો જથ્થો મળી આવતા રૂ 10,00,000 ની ટ્રક મળી કુલ્લે રૂ 13.84.500 નો મુદ્દામાલ કબ્જે લઈ ચાલક મોહમદ રફીક કાદરભાઈ બલોચ (રહે જામનગર, મહાપ્રભુતીની બેઠક ખોડિયાર નગર)ની ધરપકડ કરી પારડી પોલીસને સોંપવામાં આવ્યો છે. LCB એ થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂ હેરાફેરી કરતી ટ્રક ઝડપી સપાટો બોલાવી દીધો છે.