નવી દિલ્હી : ભારતીય સીમા સુરક્ષા બળ (Border Security Force) દ્વારા પાકિસ્તાનથી (Pakistan) પરત ફરી રહેલા એક ડ્રોનને (Dron) તોડી પાડવામાં આવ્યું હતું.સતત છો ફાયરીંગ બાદ ડ્રોન નીચે આવી ગયું હતું. બીએસેફના સંયુક્ત સર્ઓચ પરેશન દરમ્યાન પંજાબના સીમાંત ગામના બારેકાના ખેતરમાંથી એક બેગ મળી આવ્યું હતું. જેમાં 13 કરોડ રૂપિયાનું 2 કિલો 650 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. ડોગ સ્કવોર્ડની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. જેને આધારે એક શંકાસ્પદ વ્યક્તિને પણ દબોચી લેવામાં આવ્યો છે. જેને ઉપરોક્ત હેરોઈનના વિશે પૂછતાછ કરવામાં આવી રહી છે. આ ઘટના BSFના અબોહર સેક્ટરના ફાઝિલકા સ્થિત બરેકા ગામની છે.
- પંજાબના સીમાંત ગામના બારેકાના ખેતરમાંથી એક બેગ મળી આવ્યું
- જેને આધારે એક શંકાસ્પદ વ્યક્તિને પણ દબોચી લેવામાં આવ્યો છે
- બીએસએફ અને પોલીસે રાતથી જ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું
ડોગ સ્કવોર્ડની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે ગાઢ ધુમ્મસમાં પાકિસ્તાનનું ડ્રોન સરહદી ગામ બારેકાના ખેતરોમાં હેરોઈનના પેકેટ ફેંકીને લઇને પરત ફરી રહ્યું હતું. દરમ્યાન બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલા BSF જવાનોએ ડ્રોનનો અવાજ સાંભળીને તેના પર છ ગોળીઓ ચલાવી હતી. પરંતુ ડ્રોન પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયું હતું. બીએસએફે રાત્રે જ પોલીસને જાણ કરી હતી. જેથી બીએસએફ અને પોલીસે રાતથી જ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
બેગ ખોલતા હેરોઈનના ત્રણ પેકેટ મળી આવ્યા હતા
ગુરુવારે સવારે બારેકા ગામમાં એક થેલી મળી આવી હતી. બેગમાં એક હૂક હતો. આની મદદથી ડ્રોનને હેંગ કરવામાં આવ્યું હતું. બેગ ખોલતા હેરોઈનના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. હેરોઈનનું વજન 2 કિલો 650 ગ્રામ છે. તેની કિંમત 13 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. જ્યાંથી હેરોઈનના પેકેટ મળી આવ્યા છે તેના પગના નિશાન મળી આવ્યા છે. સ્નિફર ડોગની મદદથી એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. હવે તેની પાસેથી હેરોઈન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
હેરોઈનનું વજન 2 કિલો 650 ગ્રામ છે
હેરોઈનનું વજન 2 કિલો 650 ગ્રામ છે. તેની કિંમત 13 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. જ્યાંથી હેરોઈનના પેકેટ મળી આવ્યા છે તેના પગના નિશાન મળી આવ્યા છે. સ્નિફર ડોગની મદદથી એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. હવે તેની પાસેથી હેરોઈન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.