Business

શેરબજારમાં ભારે કડાકો છતાં આ શેર સારો એવો કારોબાર કરી ગયો

નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં (Local stock market) વ્યાપેલી ભારે તેજી ઉપર ગુરુવારે અચાનક બ્રેક (Break) લાગી જવા પામી હતી. ગુરુ વારે સેન્સેક્સ (Sensex) 878 પોઇન્ટ ગગડી ગયો હતો. તો બીજી તરફ નિફટી (Nifty) 245 એક તૂટીને 18414 પર બંધ થયો હતો. બેંક નિફટી પણ 43500ની નીચે પહોંચી ગયો હતો. તેમાં પણ 500 અંકોનો કડાકો બોલવા પામ્યો હતો. સેન્સેક્સના 30 શેરો પૈકી માત્ર એનટીપીસી અને સન ફાર્માના શેર જ સારો કારોબાર કરતા દેખાય હતા. જયારે બીજી બાજુ ટેક મહિન્દ્રા,ટાઇટેન,ઇન્ફોસિસ,એસીડીફેસી અને આઇટીસીના શેરો પણ તૂટ્યા હતા. રૂપિયો પણ 30 પૈસા જેલો ગગડી ગયો હતો અને તે ડોલરના મુકાબલામાં 82.76 પર બંધ થયો હતો.

  • બેંક નિફટી પણ 43500ની નીચે પહોંચી ગયો હતો
  • રૂપિયો પણ 30 પૈસા જેલો ગગડી ગયો હતો
  • ડોલરના મુકાબલામાં 82.76 પર બંધ થયો હતો

IRCTC શેર પાંચ ટકા તૂટ્યો
ગુરુવારે શેર બજારમાં ભારે ઉથલ પાથલ નોંધાઈ હતી. ત્યારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)નો શેર ગુરુવારે સ્થાનિક શેરબજારમાં પાંચ ટકા ઘટીને રૂ. 697 પ્રતિ શેર થયો હતો. કંપનીના શેરમાં ઘટાડો સરકાર દ્વારા તેનો પાંચ ટકા હિસ્સો વેચવાના અહેવાલ બાદ આવ્યો છે. સરકારના કોરને કહેવામાં આવ્યું છે કે તે IRCTCમાં તેનો પાંચ ટકા હિસ્સો ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચશે.

યુએસ ફેડના વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની અસર બજાર પર પડી છે
આપને જણાવી દઈએ કે યુએસ ફેડરલ રિઝર્વે ફુગાવાને ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે વ્યાજ દરોમાં વધુ 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અમેરિકામાં વ્યાજ દર હવે 15 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. ફેડના ચીફ જેરોમ પોવેલે કહ્યું કે 2023માં ફુગાવા સામે યુદ્ધ ચાલુ રહેશે અને વ્યાજ દર વધારીને 5.1 ટકા કરવામાં આવશે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ગુરુવારે બજારે શરૂઆતના સત્રથી જ દબાણ જોવા મળ્યું હતો . તે પહેલા વૈશ્વિક સૂચકાંકો પણ નબળાઈ સાથે બંધ થયા હતા.

Most Popular

To Top