Vadodara

પગાર શીટ, રજીસ્ટર ચકાસતા મોટો ગોટાળો સામે આવ્યો

વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિ.માં પીએફ કચેરીના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિતની ટીમ ઈન્સ્પેક્શન માટે ત્રાટકી હતી.જેમાં ફરિયાદ કરનાર સેનેટ મેમ્બર કપીલ જોષીની હાજરીમાં બધી જ પગાર શીટ,રજીસ્ટર તપાસતા કાંઈક ગોટાળો કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું.જેમાં પગાર ગ્રોસ ઉપર આપે છે તો પીએફ પણ એના ઉપર જ કપાવું જોઈએ તેવી સેનેટ સભ્યએ દલીલ કરી હતી અને અધિકારીએ માન્ય રાખતા કમિશ્નરને રિપોર્ટ આપીશું તેવી ખાતરી આપી હતી.એટલે હવે આ પીએફના રૂપિયાની રિકવરીની 3,74,33021 રૂપિયા કરતાં વધુ થસે.આ તપાસમાં ભીનું સંકેલવાનું પ્રયાસ કરવા છતાં અધિકારીઓ મચક ન આપતા સત્તાધ્ધિશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

મસયુની અંદર હાયરપેમેન્ટ પ્રોગ્રામ એટલે કે સેલ્ફ ફાઈનાન્સની અંદર જે ટીંચીંગ અને નોન ટીંચિંગ સ્ટાફ જે કામ કરી રહ્યા છે.તેમને વર્ષોથી કાયદામાં લખાયેલા પીએફનો લાભ મળતો નથી.સેનેટ સભ્યના કહ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી આ તપાસ ચાલી રહી છે.ફેબ્રુઆરી 2017થી નવેમ્બર 2019ની એક તપાસની અંદર રીકવરી નોટિસ આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી હું પોતે પીએફ ઓફિસમાં કર્મચારીઓ તરફથી તારીખ ભરું છું. વારંવાર પીએફ ઓફિસે નોટિસ આપવા છતાં પણ પીએફ ઓફિસને રેકોર્ડ નથી આપતા.

ત્યારબાદ છેલ્લી સુનાવણીની અંદર તાકીદે યુનિવર્સિટીના સત્તાધીશોને રેકોર્ડ આપવા મજબૂર કર્યા છે. અને એમ્પોસમેન્ટ ઓફિસર પીએફ ઓફિસમાં આવીને જાતે ઈન્સપેક્શન કરીને ખોટી રીકવરની નોટિસ આપી છે. જેમાં સેલરીના કપાતનો ખોટું કેલ્ક્યુલેસન કર્યું. તે રકમ 3 કરોડ 73 લાખ રૂપિયાની છે. અને હજી પણ તે લોકો ડોક્યુમેન્ટ આપ્યા નથી. જ્યારે ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે 1190 કર્મચારીઓના ડોક્યુમેન્ટમાંથી 552 કર્મચારીઓને લાભ મળ્યો છે. જે રકમ છે તે રકમ 3 કરોડ 74 લાખથી વધારે છે.જેથી અમે સુનાવણીમાં અવાજ ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે આ બધા રેકોર્ડ ખોટા છે.

જેથી તેના માટે ફરીથી ચકાસણી કરવામાં આવી રહી છે.આ ચકાસણીમાં ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે.જેથી આવનારા દિવસોમાં હજી વધારે નીકળશે તેના પુરાવા હું આપીશ. યુનિવર્સિટીના સત્તાધીશો કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે.કર્મચારીઓના લાભ વર્ષોથી ન આપતા અમે લોકોએ આ મુહિમ ઉપાડી છે.મહત્વની બાબત છે કે યુનિવર્સીટી દ્વારા 1190 જેટલા કર્મચારીઓના નામ અપાયા તેમાંથી 681થી 645 જેટલા કર્મચારીનો પીએફ કાપ્યો છે પણ હજુ આ આંક 1000 સુધી જઈ શકે છે.

ભવિષ્ય નિધિના નાણાં જમા કરાવીને જ ઝંપીશ એ મારો સેનેટ મેમ્બર તરીકે સંકલ્પ છે
પી.એફ કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર આ અંગે અવાર નવાર હિયરીગમાં એમ.એસ.યુનિવર્સિટીને બોલાવીને ખુલાશો અને જવાબ કરવાનું જણાવ્યું હતું.છતાં આ સતાધીશો યેનકેન પ્રકારે હાજર રહેતા ન હતા.કામદારો, કર્મચારીઓના હિતનો પ્રશ્ન હોઈ છેવટે સ્થળ તપાસ માટે એ અધિકારીને ન છૂટકે અમારી ફરિયાદને ગંભીરતાથી લઈને ઈન્સ્પેક્શન કરવા આવ્યા હતા.જેમાં પ્રશ્ન છે એના કરતે પેચીદો નિકડ્યો છે.સેકડો હંગામી કર્મચારીઓ પોતાની યુવાની આ સસ્થામાં આપી નિવૃત થયા છતાં એમેને પીએફનો લાભ મળ્યો નથી ! છતાં યુનિવર્સિટીના પેટનું પાણી હાલતું નથી,પણ ભવિષ્ય માં હું આ ભવિષ્ય નિધિના નાણાં જમા કરાવીને જ ઝંપીશ એ મારો સેનેટ મેમ્બર તરીકે સંકલ્પ છે. – કપીલ જોષી, સેનેટ મેમ્બર, MSU

Most Popular

To Top