Columns

ફૂટબોલ લેસન

હમણાં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે.ક્રિકેટપ્રેમી આપણે બધા હવે ફૂટબોલ પણ રસથી જોઈએ છીએ.આ ફૂટબોલ મેચ ટીમ સ્પીરીટ તો શીખવાડે જ છે, પણ ઘણી વાર તેમાં એવું થાય છે કે જીવન માટે જરૂરી પાઠ શીખવા મળી જાય છે. એવી જ એક મેચની વાત કરીએ.હમણાં જ આર્જેન્ટીના અને નેધરલેંડ વચ્ચે સેમીફાઈનલમાં પહોંચવા માટેનો મુકાબલો હતો. જે હારે તે વર્લ્ડ કપની બહાર નીકળી જાય તેમ હતું. બંને ટીમે જાન લગાવી દીધી. મેચ જીતવા પણ મેચનો સમય પૂરો થયો ત્યારે બંને ટીમના બે બે ગોલ હતા અને પેનલ્ટી શૂટઆઉટથી વિજેતા નક્કી કરવાની સ્થિતિ નિર્માણ થઇ.જેમાં બંને ટીમને પાંચ પેનલ્ટી કિક મળે અને જે વધારે ગોલ કરે તે ટીમ જીતી જાય.એટલે પેનલ્ટી કિક મારનાર ખેલાડી અને  તે રોકનાર ગોલકીપર વચ્ચે જ હવે મુકાબલો હતો. પેનલ્ટી કિક શરૂ થઇ.

એક પછી એક બંને ટીમના ખેલાડીઓ આવતા ગયા.આર્જેન્ટીનાના ગોલી માર્ટીનેઝે નેધરલેન્ડસના પહેલાં બે ગોલ થતાં અટકાવ્યા…અને આર્જેન્ટીનાના પહેલા ત્રણ ગોલ થયા એટલે તે વિજેતા થવાના ઉંબરે આવી ગયું….નેધરલેન્ડે પછી ત્રણે ત્રણ ગોલ કર્યા પણ આર્જેન્ટીના આગળ હતું. ચોથો ગોલ ન કરી શક્યું, પણ પાંચમો કરીને મેચ જીતી ગયું અને સેમીફાઈનલમાં પહોંચી ગયું. આ મેચમાં જેવો ફાઈનલ ગોલ થયો, બધા જ એક સાથે વિજયી ગોલ કરનાર ખેલાડી લાઉતારો તરફ દોડી ગયા.પણ એક ખેલાડી …વિજેતા ટીમ આર્જેન્ટીનાનો  કેપ્ટન  લીઓનલ મેસી જાણતો હતો કે તેમના ગોલકીપર માર્તીનેઝે પહેલા બે ગોલ અટકાવ્યા ન હોત તો તેઓ કદાચ આ મેચ જીતી શક્યા ન હોત …

એટલે તે ગોલકીપર તરફ દોડી ગયો અને તેને ભેટીને જીતની ઉજવણી કરી…પછી બંને પાસે આખી ટીમ દોડી આવી. આ મેચની વાતમાં હવે વાત કરીએ છુપાયેલા ફૂટબોલ લેસનની …એક સાચી લીડર પોતાની …પોતાની ટીમની તાકાત જાણે છે અને તેને ખબર છે કોનું શું મહત્ત્વ છે.હંમેશા સારા લીડર બનવા માટે તમારી ટીમના છુપાયેલા પિલરને ઓળખો…તેનું મહત્ત્વ બરાબર જાણો અને જયારે તેની મદદથી આગળ વધો ત્યારે તેની કદર કરી તેનું મહત્ત્વ બધાને દેખાડો અને બધા વચ્ચે તેનું માન વધારો…આ વાત માત્ર રમતની મેચમાં નહિ …સમાજના દરેક વર્તુળ માટે સમજવા જેવી છે. પરિવારનાં વડીલોએ પરિવારની તાકાત સમ વ્યક્તિનું મહત્ત્વ જાણી તેની ખાસ  કદર કરવી …ઓફિસમાં પણ અધિકારીઓએ કાબેલ કર્મચારીને ખાસ ઓળખાણ આપવી  …સમાજમાં પણ જાતને ભૂલીને સેવા કરનારને સન્માન આપવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top