Columns

ગળા પર ખંજર

એક વાર એક નવદંપતી લગ્ન બાદ તુરંત કુળદેવતાના મંદિરે પગે લાગવા નીકળ્યું.મંદિરે જવાના રસ્તામાં એક નદી આવતી હતી અને તેને હોડીમાં પાર કરીને મંદિરે પહોંચી શકાતું હતું. નવદંપતી નાવમાં બેઠું અને નવ નદીની વચ્ચે પહોંચી ત્યાં જ નદીમાં વમળ ઉત્પન્ન થયા અને નાવ વમળમાં ફસાઈ ગઈ.નાવિકે ઘણા પ્રયત્ન કર્યા પણ વ્યર્થ….હવે નાવિક પણ ગભરાયો અને પેલી નવવધુ તો પતિનો હાથ પકડી રડવા જ લાગી કે ‘હવે આપણે નહિ બચી શકીએ; હજી તો આપનું જીવન શરુ થયું ત્યાં જ મૃત્યુ આવી જશે હવે આપણે બચી જ નહિ શકીએ ભગવાણે આપની સાથે જ આવું કેમ કર્યું….’ આવું રડતા રડતા બોલતી રહી. પતિ શાંત હતો તેણે પત્નીને ભેટીને શાંત પાડી અને પછી બંને હાથે પકડીને એક જગ્યાએ બેસાડી કહ્યું, ‘શાંતિ રાખ અને અહીં બેસી જા ..મને નાવિકની મદદ કરવા દે.’ થોડીવાર બાદ નાવ વમળમાંથી બચીને બહાર નીકળી અને તેઓ મૃત્યુના મુખમાંથી બચી ગયા.

થોડીવાર બાદ ધીમેથી પત્નીએ પૂછ્યું, ‘આપણે મૃત્યુના મુખમાં હતા અને મોત સામે જ દેખાતું હતું ત્યારે પણ તમે શાંત કઈ રીતે રહી શક્યા હું તો બહુ જ ગભરાઈ ગઈ હતી પણ તમે બિલકુલ ન ડર્યા.’ પતિએ તરત જ નાવમાં પડેલું મોટું ચપ્પુ ઉપાડીને પત્નીના ગળા પર મૂકી દીધું.નાવિક આ જોઇને હતપ્રભ થઇ ગયો.પણ પત્ની પતિની સામે જોતી રહી પણ ડરી નહિ. પતિ બોલ્યો, ‘તું ડરી ન ગઈ; હું તને આ ખંજરથી મારી નાખત તો …??’ પત્ની બોલી, ‘તમે મારા પતિ છો અને મને ખબર છે કે તમે મને બહુ પ્રેમ કરો છો એટલે મને નુકસાન પહોંચાડી જ ન શકો..’ પતિએ કહ્યું, ‘મારા પર તને જેટલો વિશ્વાસ છે એટલો શું ભગવાન પર નથી ..મને મારા ભગવાન પર ભરપુર ભરોસો છે કે તે આપણને નુકસાન પહોંચાડી જ ન શકે…તે તો હંમેશા મુસીબતોમાંથી બચાવે છે.તે જે કરે છે તે સારા માટે જ કરે છે.અને કદાચ આ રીતે તેને આપણો અંત પણ નક્કી કર્યો હોય તો આપણે તે બદલી શકવાના નથી તો પછી ડરવું શું કામ ? તેની પર ભરોસો રાખી આપણે આપણા પ્રયત્નો કરવાના અને આગળ તે જે કરશે તે સારા માટે જ કરશે તેવો વિશ્વાસ મનમાં રાખવો તો કયારેય કોઈ સંજોગોમાં ડર નહિ લાગે.’ પતિએ પત્નીને વ્હાલથી જીવનની સમજ આપી.

Most Popular

To Top