સુરત: (Surat) 74 વર્ષના વૃદ્ધ પિતાની (Old Father) આવક બંધ થઇ જતા પુત્રએ પિતાને ઘરમાંથી કાઢી મુકવા મારઝુડ કરી બે ટાઇમનું જમવાનું (Food) આપવાનું બંધ કરી દેતા લાચાર બનેલા પિતાએ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ભરણપોષણ માટે કોર્ટમાં (Court) અરજી કરનાર વૃદ્ધનો કેસ કોઇપણ પ્રકારની ફી લીધા વગર એડવોકેટ (Advocate) પ્રીતિ જી.જોષીએ લડવાનું નક્કી કર્યું છે.
- વૃદ્ધ પિતાની આવક બંધ થઇ જતા પુત્રએ બે ટાઇમનું જમવાનું આપવાનું બંધ કરી દીધું : પિતા કોર્ટના શરણે
- 74 વર્ષિય રાજેશચંદ્ર રાણાએ ફેમીલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી
પ્રાપ્ત વિગતો અનુસાર ખટોદરા વિસ્તારમાં રહેતા રાજેશચંદ્ર રાણા (ઉ.વ.74) પુત્ર વિક્રમ રાણા પુત્રવધુ લક્ષ્મી તેમજ પૌત્ર કલ્પેશ રાણા સાથે રહે છે. વર્ષ 2008માં રાજેશચંદ્રના પત્નીનું અવસાન થઇ હતું. દરમિયાન પુત્ર અને પુત્રવધુ દ્વારા રાજેશચંદ્રનું ભરણપોષણ ન કરવું પડે તે માટે તેમને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. રાજેશચંદ્ર વોરપીંગ મશીનનું કામ કરતા હતા અને તે આવકમાંથી ઘરનું લાઇટબીલ તેમજ વેરાબીલ સહિતનો ખર્ચ ઉપાડતા હતા. જોકે વધતી ઉંમર સાથે રાજેશચંદ્ર કામ ધંધો ન કરી શક્તા તેમના ભરણપોષણ મુદ્દે પુત્ર વિક્રમ રાણાએ તકરારો ઉભી કરી હતી. પિતાને મારઝુડ કરી તેમને ઘરમાંથી નિકળી જવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેથી વૃદ્ધ રાજેશચંદ્ર રાણાએ ન્યાય માટે એડવોકેટ પ્રીતિ.જી.જોષી મારફતે ફેમીલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી છે.
પાકીટમાંથી લીધેલા પૈસા મુદ્દે દંપતિ વચ્ચે નજીવી બોલાચાલી બાદ પત્નીનો આપઘાત
સુરત: સચીન પાલીગામ ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે ઘરના ભાડા મુદ્દે થયેલી નજીવી બોલાચાલી બાદ પત્નીએ ફાંસો ખાઇ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની અને હાલ સચીન પાલીગામ ખાતે તિલક એવન્યુમાં રહેતો બ્રિજેશ દુબે સિક્યુરીટી ગાર્ડ છે. 11 ડિસેમ્બરના રોજ બ્રિજેશના પાકીટમાં રહેલા 3500 રૂપીયા પૈકી 1500 રૂપીયા ઓછા હોય બ્રિજેશે પત્ની અંજલી દુબે (ઉ.વ.30)ને વાત કરી હતી. જો રૂપીયા લીધા હોય તો પરત આપી દેવા કહ્યું હતું. જોકે પત્ની અંજલીએ રૂપીયા લીધા ન હોવાનું જણાવ્યું હતું. જેથી બ્રિજેશે પત્નીને 2 હજાર આપીને ઘરનું ભાડુ ભરી દેવા કહ્યું હતું. પતિની વાતનું માઠુ લાગી આવતા અંજલીએ સોમવારે સાંજના સમયે રસોડામાં ફાંસો ખાઇ લીધો હતો.