Gujarat

ગાંધીનગર CMના શપથગ્રહણમાંથી પરત ફરતા મોરબીના ભાજપના આગેવાનોની કાર પર થયો પથ્થરમારો

મોરબી: ગુજરાત રાજ્યના 18મા મુખ્યમંત્રી (CM) તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) 12 ડિસેમ્બરના રોજ સોમવારે શપથગ્રહણ કર્યા હતા. ત્યારે તેમની સાથે 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તેમજ 6 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીઓમાં 4 મધ્ય ગુજરાત, 5 દક્ષિણ ગુજરાત, 5 સૌરાષ્ટ્ર અને 3 ઉત્તર ગુજરાતના મંત્રીઓનો સમાવેશ કરાયો હતો. વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર મંત્રીઓ પણ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના કેટલાક આગેવાનાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ મોરબીના (Morbi) ભાજપના (BJP) આગેવાનોની કાર (Car) પર પથ્થર મારો (Stones pelted) થયો હતો.

  • મોરબી ભાજપના આગેવાનોની કાર પર થયો પથ્થરમારો
  • ગાંધીનગર શપથગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ બની ઘટના
  • સુંદરગઢ નજીક ત્રણ ચાર ઈસમોએ કાર પર પથ્થર મારો કર્યો
  • પથ્થર મારો કયા કારણોસર થયો તે હજી જાણી શકાયું નથી.

શપથગ્રહણ કાર્યક્રમમાંથી પરત ફરતી વેળાએ થયો પથ્થર મારો
મળતી માહિતી અનુસાર ગતરોજ રાજ્યના 18માં મુખ્યમંત્રીના શપથગ્રહણ કાર્યક્રમમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી. ત્યારે ઉત્તર ગુજરાતના મોરબી તાલુકાના ભાજપ અગ્રણી હસુભાઈ સોરીયા, મહેશ આહીર અને ચિરાગ કણઝારીયા પણ ગાંધીનગ શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાંથી જ્યારે તેઓ પરત મોરબી આવી રહ્યા ત્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક તેમની કાર પર પથ્થર મારો થયો હતો.

ત્રણ ચાર ઈસમોએ અચાનક જ ભાજપના આગેવાનોની કાપ પર કર્યો પથ્થરમારો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણથી ચાર ઈસમોએ ભાજપના આગેવાનો પર પથ્થર મારો કર્યો હતો. સદનસીબે આગેવાનોને કોઈ ઈજા પહોંચી નથી. અને તેઓ સુરક્ષિત છે. જો કે અચાનક થયેલા હુમલાને કારણે ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું.

અન્ય વાહનચાલકોને સાવચેત રહેવા ભાજપના આગેવાનોની અપીલ
ભાજપના આગેવાનોની કાર જ્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક પહોંચી હતી ત્યારે 3થી 4 ઈસમોએ પથ્થર મારો કર્યો હતો. જો કે પથ્થર મારો લુંટના ઈરાદે કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણોસર તે હજી સુધી જાણી શકાયું નથી. આ સાથે જ આ રસ્તે આવાનાર વાહનચાલકોને સાવચેત રહેવા ભાજપના આગેવાનોએ અપીલ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top