સામાન્ય વપરાશમાં એન્ટિબાયોટિક દવાઓ (Antibiotic medicine) એવી છે જે બેક્ટેરિયાનો (Bacteria) વિકાસ થતાં જ તેને મારી નાખે છે અથવા તેને આગળ વઘતા અટકાવે છે. એન્ટિબાયોટિક્સએ એન્ટિમાઇક્રોબાયલ સંયોજનોનું એક વ્યાપક જૂથ છે જેનો ઉપયોગ ફૂગ અને પ્રોટોઝોઆ સહિત માઇક્રોસ્કોપિકલી દૃશ્યમાન બેક્ટેરિયા દ્વારા થતા ચેપની સારવાર માટે થાય છે. આજે મેડિકલ સાયન્સમાં 100 થી વધુ એન્ટિબાયોટિક્સ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ દવાઓને છ જૂથોમાં વિભાજિત કરી શકાય છે. આ પૈકી સૌથી જૂની એન્ટિબાયોટિક દવા પેનિસિલિન છે, જે આજકાલ ઓછી પ્રચલિત છે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે તાવ અથવા શરદી-ખાંસીના કિસ્સામાં એન્ટિબાયોટિક દવા ડોકટરો આપતા હોય છે. જો કે હવે હુ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે ધણી એન્ટિબાયોટિક દવાઓ પોતાની અસર બતાવી રહી નથી. આ દવાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે આ દવાઓ લેવાના કારણે માનવીના શરીર ઉપર જે નકારાત્મક અસર થાય છે તેની પણ જાણકારીઓ આપવામાં આવી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ 2020માં 87 દેશો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા આંકડાઓને ઘ્યાનમાં રાખીને આ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ધણી એન્ટિબાયોટિક દવાઓ બેકટેરિયા ઉપર અસર કરી રહી નથી. આ ઉપરાંત આવી દવાઓ લોહીમાં ભળી જવાના કારણે મોતનું કારણ પણ બની શકે છે. એટલે કે જે બેકટેરિયા સામે લડવા માટે તેમજ શરીરને રક્ષણ પૂરું પાડવા માટે જે એન્ટિબાયોટિક તમે લઈ રહ્યાં છો તે તમારા સ્વાસ્થયને નુકશાન પહોંચાડી રહી છે. 50% થી વધુ દવાઓની બેક્ટેરિયા પર કોઈ અસર થઈ રહી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે જે રીતે બ્લડ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, તેનું એક મોટું કારણ એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ દવાઓ હોઈ શકે છે. આ Klebsiella ન્યુમોનિયા અને Acinetobacter sppને કારણે થઈ શકે છે.
જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આ એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ દવાઓના નામ પણ આપ્યા છે. કાર્બાપેનેમ્સ એન્ટીબાયોટીક્સની જેમ જે હેઠળ ઈમીપેનેમ, મેરોપેનેમ, એર્ટાપેનેમ અને ડોરીપેનેમ જેવા એન્ટીબાયોટીક્સ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ સૂચિમાં સિપ્રોફ્લોક્સાસીનનું નામ પણ છે, જેનો ઉપયોગ મોઢાના ચેપને ઘટાડવા માટે થાય છે. ઉપરાંત યુટીઆઈ ચેપમાં વપરાતી દવાઓ, એમ્પીસિલિન અને કો-ટ્રિમોક્સાઝોલ અને ફ્લુરોક્વિનોલોન્સ પણ આ યાદીમાં છે.