Gujarat

ભુપેન્દ્ર પટેલની સરકારમાં ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election) માં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભાજપે આજે ફરી એકવાર સરકાર બનાવી છે. ભુપેન્દ્ર પટેલે સતત બીજી વખત મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે 16 મંત્રીઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભુપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટમાં એક મહિલા મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ મહિલા મંત્રી છે ભાનુબેન બાબરિયા (Bhanuben Babariya). ભાનુ બેન રાજકોટ ગ્રામ્ય (Rajkot Rural Assembly Seat) નાં ધારાસભ્ય (MLA) છે. આ વર્ષે તેઓ ચુંટણીમાં 1,19,695 મતથી વિજય થયા છે.

સતત ત્રીજી વખત જંગી લીડથી ચુંટણી જીત્યા
ભાનુબેન બાબરીયા સતત ત્રીજી વખત રાજકોટ ગ્રામ્યથી ચુંટણી જીત્યા છે. આ અગાઉ ભાનુબેન વર્ષ 2017 અને વર્ષ 2012ની ચુંટણીમાં પણ જંગી બહુમત સાથે ચુંટણી જીત્યા હતા. વર્ષ 2012માં ભાનુબેન બાબરીયાએ 9,000 મતથી કૉંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઈ સાગઠિયાનો કૉંગ્રેસના વશરામભાઈ સાગઠિયા સામે 3,000 કરતા પણ ઓછી સરસાઈથી વિજય થયો હતો. આ વર્ષે પણ તેઓ ચુંટણીમાં 1,19,695 મતથી વિજય થયા છે.

2022માં ભાજપે ફરી ટીકીટ આપી
રાજકોટ ગ્રામ્યની આ બેઠક શિડ્યુલ કાસ્ટ માટેની અનામત બેઠક છે. ગત ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા વર્ષ 1998માં વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે ફરી બાબરિયા પરિવારને જ ટિકીટ આપવામાં આવી હતી. ભાનુબેન રાજકોટના વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર પણ રહી ચુક્યા છે.

કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ (વિસનગર)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
મુળુભાઈ બેરા (ખંભાળિયા)
ડો.કુબેરભાઈ ડિંડોર (સંતરામપુર એસટી)
ભાનુબેન બાબરીયા (રાજકોટ ગ્રામ્ય, એસસી)
કુંવરજી બાવળિયા (જસદણ)
કનુ દેસાઈ (પારડી)

સ્વતંત્ર હવાલો

રાજ્યકક્ષા
હર્ષ સંઘવી (સુરત)
જગદીશ વિશ્વકર્મા (નિકોલ)

રાજ્યકક્ષાનાં મંત્રી
બચુભાઈ ખાબડ (દેવગઢ બારિયા)
પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)
મુકેશ પટેલ (ઓલપાડ)
પ્રફુલ પાનસેરીયા (કામરેજ)
ભીખુ પરમાર (મોડાસા)
કુંવરજીભાઈ હળપતિ (માંડવી)

અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ હોવાની ચર્ચા
ભુપેન્દ્ર પટેલ સાથે 16 મંત્રીઓ એટલે કે કુલ 17 સભ્યોએ શપથગ્રહણ કર્યા હતા. એટલે કે ઘણા જ ઓછો લોકોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પહેલા એવી ચર્ચા હતી કે 24થી 25 મંત્રીઓ શપથ લેશે. પરંતુ 17 સભ્યોએ શપથગ્રહણ કરતા આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Most Popular

To Top