સુરત: પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા આઇટી એન્જીનીયરીંગના (IT Engineering) આપઘાતના (Suicide) પગલે ચકચાર મચી ગઈ છે.આપઘાતના વિચિત્ર બનાવને લઈને પરિવારજનો (Family) સહીત બધા ચોકી ગયા છે. યુવકે તેનાં પોતાના બંને હાથ કેબલ ટાઈથી બાંધીને મોઢા ઉપર પ્લાસ્ટિકની થેલી પહેરી લેતા ગૂંગળામણ થયા બાદ મોતને ભેટ્યો હતો તેવું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ (ઝદતગમા) સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ સાંઈકૃપા સોસાયટીમાં રહેતા ચેતન ડાહ્યા સુથાર (ઉ.વ.22 ) એ ગઈ કાલે સાંજે રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યા બાદ પોતાના બને હાથ કેબલ ટાઇથી બાંધી લીધા હતા અને મોઢા ઉપર પ્લાસ્ટિકની થેલી પહેરી લીધી હતી. જેના કારણે તેનો શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો અને ગૂંગળામણ થતા ત્યાં જ તડફડયા માર્યા બાદ મોતને ભેટ્યો હતો.થોડા સમય પછી પરિવારજનોને જાણ થતા તેઓ તેના રૂમમાં પહોંચ્યા ત્યારે તેને જોઈને ચોકી ગયા હતા અને તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.એટલું જ નહીં આપઘાત કરવા માટે તેને જે વિચિત્ર તરીકે અપનાવ્યો હતો તે જોઈએ પરિવારજનો તેમજ સ્થાનિકો પણ ચોકી ગયા હતા.
પાંડેસરા પોલીસ મથકના પોલીસ કર્મી મનસુખભાઇએ જણાવ્યું હતું કે મરનાર યુવક આઇટી એન્જીનીયર હતો અને મૂળ રાજસ્થાનનો વતની હતો. પાંચ-છ મહિના પહેલા જ તેની સગાઈ થઇ હતી. જો કે સુરત તે તેના મામા સાથે રહેતો હતો. યુવકે આપઘાત કયા કારણોસર કર્યું તેનું ચોક્કસ કારણ તો હાલ જાણવા મળ્યું નથી. જો કે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
બારડોલીના અસ્તાનમાં આધેડ મૃત હાલતમાં મળ્યો
બારડોલી : બારડોલી તાલુકાના અસ્તાન ગામની વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય આધેડ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બારડોલી તાલુકાના અસ્તાન ગામે વિઠ્ઠલનગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના ઉસરહાના ગણેશ છેદી પાસવાન (ઉં.વ.42) શુક્રવારે સાંજે પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનું મૃત્યુ કઈ રીતે થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે.