વડોદરા : વર્ષ 2012-2017 થી 2022 સુધી મા વડોદરા એ ચાર મંત્રી ઓ આપ્યા છે જેમાં ભુપેન્દ્ર લાખવાલા, જીતુભાઇ સુખડીયા, રાજેન્દ્ર ત્રિવેદી, મનીષા વકીલ સહિત અનેક ચેરમેન તેમજ સરકાર ની મહત્વ ના નિગમો અને સંસ્થાઓ ના હોદ્દા ઉપર વડોદરા ના ચૂંટાયેલા ધારાસભ્યો રહી ચુક્યા છે પરંતુ વડોદરા માટે આ મંત્રીઓએ વડોદરા માટે કશું નવું કામ કર્યું નથી વર્ષ 2012 પહેલા ના ધારાસભ્યો અને મંત્રીઓ પણ વડોદરા ના વિકાસ કરવા ના મામલે નિષ્ફ્ળ ગયા છે જીત્યા પહેલા કરેલી તમામ લોભમણી જાહેરાતો જ માત્ર જોવા મળી છે. હાલ જે વિકાસ અને શહેર ની ભવ્યતા દુનિયાભર મા જાણીતી છે તે માત્ર વડોદરા ના ગાયકવાડ સરકાર ની દેણ છે જેમાની કેટલીક વિરસ્તો આપણા શહેર ના નેતાઓ અને સરકારી બાબુઓ સાચવી શક્યા નથી. જેનું ઉત્તમ ઉદારણ શહેર ની સુંદરતા ને ચાર ચાંદ લગાવતું ન્યાંયમંદિર છે.
એક કહેવત છે કે ‘ભુવો ધૂણે તો નાળિયેર ઘર ભણી જ ફેંકે ’ પરંતુ આઝાદી પછી વિધાનસભા ની રચના બાદ વડોદરા ના વિકાસ માટે એક પણ ભુવો (ધારાસભ્ય કે મંત્રી) ધુણ્યો નથી અને નાળિયેર ઘર તરફ ફેંક્યું નથી.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ ને લઈ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જ 11 કેબિનેટ અને 14 મઁત્રીઓનો સમાવેશ કરાશે પરિણામ બાદ નવા મંત્રમંડળ પર મંથન શરૂ થઇ ગયું છે, નવા અને જૂના ચહેરાને નવા મંત્રમંડળમાં મળી શકે સ્થાન 11 કેબિનેટ તથા 14 રાજ્યકક્ષામંત્રીનો થઈ શકે છે સમાવેશ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે. શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે. વડોદરા માંથી કોને-કોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન નવા મંત્રી મંડળમાં બાલકૃષ્ણ શુક્લ, અક્ષય પટેલ,શેલેષ સોટ્ટા, કેયુર રોકડિયાને સ્થાન મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છેકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે. હવે જોવાનું એ રહીયુ કે વડોદરા ના ધારાસભ્યો વડોદરા ના વિકાસમા કેટલો દમ લગાવી છે કે પછી પાછલા મહાનુભાવો ની જેમ પોતાનો જ વિકાસ કરશે.
ચારેય મહાનુભાવોએ આ મામલે પ્રતિભાવો આપતા એક સમાન ઉત્તર જોવા મળ્યો હતો કે ‘હાઈકમાન્ડ જે નક્કી કરે તે મંજુર હશે’
કેયુર રોકડિયા મંત્રી એટલા માટે બની શકે એમ છે કે તેઓ સૌ પ્રથમ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ શિક્ષણ સમિતિના ચેરમેન, શહેર મહામંત્રી અને મેયર બન્યા બાદ શહેરના વિકાસ માટે સુંદર કામગીરી તેમને મંત્રી બનાવે તો નવાઈ નહીં.
બાલ કૃષ્ણ શુકલ અગાઉ પાલિકાની ચૂંટણી લડ્યા બાદ તેઓ મેયરપદ પર બિરાજમાન થયા હતા. મેયર વખતે જનતા હાલાકીને પગલે ગટરની કામગીરી દરમિયાન તે જાતે ગટરમાં ઉતર્યા હતા. ત્યારબાદ તેઓને લોકસભાની ટિકિટ આપતા સાંસદ તરીકે તેઓ ચૂંટાયા હતા. બાળુ શુકલે લડત ચલાવી ટ્રાન્સજેન્ડરને મતદાનનો હક અપાવ્યો હતો.
શેલેષ મહેતા (સોટ્ટા) એ અન્ય પક્ષમાંથી ચૂંટણી લડી પાલિકામાં 7 કાઉન્સલરો સાથે ભાજપાને સપોર્ટ કર્યો હતો તે વખતે તેમને ડે.મેયરનો પદ મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં મોવડી મંડળે સોટ્ટાને ડભોઈમાં ટિકિટ આપતા તેઓ વિજય થયા હતા. બ્રહ્મ સમાજના અગ્રણી છે.
અક્ષય પટેલ પાટીદાર છે કરજણની બંધ થયેલી સુગર મિલ ચાલુ કરવી ખેડૂતોને 25 કરોડ પરત અપાવવા મામલે તેઓ જાણીતા છે. પટેલ ફેક્ટર કામ કરી જાય તો તેઓ પણ મંત્રી બની શકે.