Sports

કપ્તાન રોહિત શર્માએ અંતિમ બોલ સુધી લડત આપી પણ,બાંગ્લાદેશ મેચ હાથમાંથી ઝૂંટવી ગયું

મીરપુર : બાંગ્લાદેશે (Bangladesh) આપેલા 272ના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા (Team India) 266 રન કરી શકી હતી. આ મેચની વિકટ પરિસ્થિતિમાં પણ ભારતે અંતિમ ઓવર સુધી લડત આપી મેચ જીતવાની આશાઓ જીવંત રાખી હતી .જકે ભારત 5 રનથી બીજી મેચ પણ બાંગ્લાદેશ સામે હારી ગયું (lost) હતું. ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા એની બોલ સુધી સ્ટ્રાઇક ઉપર રહ્યા જોકે છેલ્લા બોલે 6 રનની જરૂર હતી તે થઇ શક્ય ન હતા અને આ સાથે જ બીજી વન ડેની જીત પણ બાંગ્લાદેશ ભારતના હાથમાંથી છીનવી ગયું હતું.આજે ટિમ ઇન્ડિયા 1-1ની સરસાઈ કરવા માટે મેદાનમાં ઉતરી હતી.

ઓલરાઉન્ડર બેટ્સમેન મેહદી હસનની શાનદાર સદીની મદદથી બાંગ્લાદેશે આપેલા 272 રનના ટાર્ગેટ હાંસલ કરવા ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરી હતી. પહેલી ઈનિંગમાં કેચ પકડવા જતાં રોહિત શર્મા ઈન્જર્ડ થતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રોહિત શર્માના સ્થાને શિખર ધવન સાથે વિરાટ કોહલી ઓપનિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ તે બીજી ઓવરની 5મી બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. કોહલીએ 5 રન બનાવ્યા હતા. ભારતની પહેલી વિકેટ 7ના સ્કોર પર પડી હતી. ધવન પણ લાંબુ ટક્યો નહોતો. 13ના સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી હતી. શિખર ધવન માત્ર 8 રન બનાવી મેચની ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રાહુલના સ્થાને સુંદરને ચોથા ક્રમે પ્રમોટ કરાયો હતો. વોશિંગ્ટન સુંદર 10મી ઓવરમાં માત્ર 11 રન બનાવી શાકીબની બોલ પર આઉટ થઈ ગયો હતો.

10 ઓવરમાં જ 3 વિકેટ પડી જતા ભારતની હાલત કફોડી થઈ હતી. કે.એલ. રાહુલ અને શ્રેયસ અય્યર ધીમી ગતિએ ઈનિંગને આગળ વધારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઈબાદોત હૌસેન, મુસ્તફીઝુર રહેમાન અને શાકીબ અલ હસને એક-એક વિકેટ ઝડપી હતી. કે.એલ. રાહુલ પણ લાંબુ ટકી શક્યો નહોતો. 28 બોલમાં 14 રન બનાવી બાંગ્લાદેશના નવા હીરો મેહદીની બોલમાં આઉટ થઈ ગયો હતો. રાહુલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 65 રન હતો. ભારતની 65 પર 4 વિકેટ પડી ગઈ હતી.

આ અગાઉ ભારતીય બોલરોએ માત્ર 69 રનમાં બાંગ્લાદેશના 6 બેટ્સમેનને આઉટ કરતા એવું લાગતું હતું કે બાંગ્લાદેશની ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ જશે, પરંતુ લાસ્ટ મેચના હીરો મેહદીએ ફરી એકવાર ભારતીય બોલરોને પરસેવો પડાવ્યો હતો. મહમ્મદુલ્લાહ સાથે 100 કરતા વધુ રનની ભાગીદારી કરી મેહદીએ બાંગ્લાદેશનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો.

મેહદી અને મહમ્મદુલ્લાહની જોડીએ ભારતીય બોલરોને ચારેતરફ ફટકાર્યા હતા.

મેહદીએ છેલ્લી ઓવરમાં 16 રન ફટકારી સદી પૂરી કરી
મેહદીએ મેચની છેલ્લી બોલ સુધી અણનમ રહીને લાજવાબ સદી ફટકારી હતી. મેહદીએ 83 બોલમાં સદી કરી હતી. ઈનિંગની છેલ્લી ઓવરમાં શાર્દુલ ઠાકુરને ચારેતરફ ફટકારી મેહદીએ 16 રન બનાવ્યા હતા. ઈનિંગની છેલ્લી બોલે એક રન લઈ મેહદીએ પોતાની સદી પૂરી કરી હતી. એક સમયે 69 રન પર 6 વિકેટ ગુમાવનાર બાંગ્લાદેશે મેહદીની સદી અને મહમ્મદુલ્લાહની અર્ધસદીની મદદથી 271 રન કર્યા હતા.

ભારતીય સ્પીનર વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી.

વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપતા બાંગ્લાદેશની 69 પર 6 વિકેટ પડી ગઈ હતી
આ અગાઉ 69 પર 6 વિકેટ પડ્યા બાદ મેહદી અને મહમ્મદુલ્લાહએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી થઈ હતી. બંનેની ભાગીદારી ઉમરાન મલિકે તોડી હતી. ઉમરાન મલિકની બોલ પર થર્ડ મેન પર કટ મારવા જતા મહમ્મદુલ્લાહ વિકેટ કિપર કે.એલ. રાહુલને કેચ આપી બેઠો હતો. પંતની ગેરહાજરીમાં કિપીંગ કરી રહેલા કે.એલ. રાહુલે એક હાથે ક્લાસીક કેચ પકડ્યો હતો. મહમ્મદુલ્લાહએ 77 રન બનાવ્યા હતા. આ અગાઉ ભારતીય બોલરોએ બાંગ્લાદેશના ટોચના બેટ્સમેનોને ફાવવા દીધા નહોતા. વોશિંગ્ટન સુંદરે 3 , મોહમ્મદ સિરાજ 2 અને ઉમરાન મલિકે 1 વિકેટ ઝડપી હતી. જેના લીધે 69 રનમાં બાંગ્લાદેશની 6 વિકેટ પડી ગઈ હતી.

કેપ્ટન રોહિત શર્માને ઈજા
આ અગાઉ મેચ શરૂ થતા જ ટીમ ઈન્ડિયાને આંચકો લાગ્યો હતો. કારણ કે કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જ્યારે સ્લિપમાં ઉભેલા રોહિત શર્માએ મોહમ્મદ સિરાજના બોલ પર કેચ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ઈજા થઈ હતી. આ દરમિયાન રોહિત શર્મા મેદાનની બહાર ગયો હતો અને તેના સ્થાને ખેલાડીને લાવવામાં આવ્યો હતો.

કુલદીપ સેન પણ ઇજાગ્રસ્ત
બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 0-1થી પાછળ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. કારણ કે અહીં અન્ય એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર કુલદીપ સેન બીજી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. બીસીસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુલદીપ સેનને તેની પીઠમાં કોઈ સમસ્યા હતી, જે પ્રથમ વનડે દરમિયાન બહાર આવી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તે બીજી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. કુલદીપ સેને આ સીરિઝની પ્રથમ મેચમાં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેને બે વિકેટ મળી હતી. પરંતુ તે બીજી મેચમાં રમી શક્યો ન હતો, તેથી આશા છે કે તે ત્રીજી વનડે સુધીમાં ફિટ થઈ જશે.

Most Popular

To Top