Charchapatra

સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈપણ સંજોગોમાં આપો

થોડા વર્ષો પહેલાની વાત છે. જેમાં વડાપ્રધાન મોદીએ એક સભામાં સુરત એરપોર્ટને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો હતો. પરંતુ હવે ઓથોરિટીવાળા ફરી જાય છે. ફકતને ફકત બસ વાતો કરવી. કાગળ તૈયાર કરવા અને વાત પડતી મુકવી. સુરત રેલવે સ્ટેશનની પ્રગતિ પણ બસ વાતોના વડા જ છે. અમદાવાદ ગાંધીનગર રેલવે સ્ટેશનને ખુબસુરત રેલવે સ્ટેશન બનાવવામાં વાર જ ના લાગી. પાયો ખોદાયો ને કામ પૂરજોશમાં ચાલુ થઇ ગયું અને બનીને તૈયાર થઇ ગયું પરંતુ સુરતને?? બસ અન્યાયને અન્યાય જ. અખબારોમાં પણ એરપોર્ટની વાત કરીએ તો મેટર થોડા થોડા દિવસે પ્રસિદ્ધ થાય છે. પરંતુ તેનો નિકાલ થતો નથી. સુરત તો સુરતની શાન છે. તો પછી પ્રગતિમાં અન્યાય કેમ?? તા. 6.12.22ને મંગળવારના ‘ગુજરાતમિત્ર’માં છેલ્લા પાને સુરત એરપોર્ટનો વિગતવાર સમાચાર પ્રસિધ્ધ થયો છે. વાંચી ઘણુ દુ:ખ થયું. ‘ગુજરાતમિત્ર’માં તો એરપોર્ટ માટે થોડા થોડા દિવસે સારા પ્રસિધ્ધ એરપોર્ટ માટે ન્યૂઝ છપાતા જ રહે છે. જેમાં જે કારીગરી કામ આગળ વધારવાનું છે. તે પણ પ્રસિધ્ધ થાય છે. પરંતુ કામ સુધારાના સુધારા જ હોય છે. અનેક ફલાઇટો બંધ થઇ ગઇ છે. દર્શનાબેન જરદોશે અગાઉ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પરથી દુબઇ, સિંગાપોર, બેંગકોકની ફલાઇટ શરૂ થશે. પરંતુ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો જ ન મળે તો શું?? તાત્કાલિક અમલ થાય. કામ આગળ વધે. સુરતીઓને ન્યાય મળે. અખબારોમાં મેટર આવે છે. જે આના લગતી મેટરો સરકાર તેમજ સુરતના કોર્પોરેટરો, સંસ્થાઓ, ઓથોરિટી ઇનચાર્જ ધ્યાનમાં લઇને કામ પ્રગતિને પંથે લો તેવી આશા વ્યકત કરું છું.
– ચેતન અમીન    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top