અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) નવા બોરભાઠા બેટ ગામના (Borbhatha Bet village) ટેકરી ફળિયામાં નજીવા મુદ્દે માથાકૂટ થતાં સાળી અને સાઢુભાઇ સહિત ત્રણ ઈસમે મોટી બહેન અને બનેવીને માર મારતાં પોલીસ ફરિયાદ (Police) નોંધાઈ હતી. મૂળ ડેડિયાપાડાના વડીવાવ ગામના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામના ટેકરી ફળિયામાં રહેતા અર્જુનભાઈ કુંવરજી વસાવા ગજરોજ પત્ની મનીષા સાથે ઘરે બેઠા હતા. એ સમયે સાળી પૂજા વસાવા અને સાઢુ કરણ વસાવા તેઓના ઘરે આવ્યા હતા. જેઓ સાથે વાતવાતમાં મોટી બહેન મનીષાએ નાની બહેનના પતિ કંઈ કામ ધંધો કરતો ન હોય જે અંગે કહેતાં તે અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી અને અપશબ્દો ઉચ્ચારવા લાગી હતી. આ દરમિયાન અર્જુન વસાવા બહેનો વચ્ચે વધુ ઝઘડો નહીં થાય એ માટે છોડાવવા વચ્ચે પડતાં સાઢુભાઈ કરણ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
જે બાદ સાળી અને સાઢુભાઈ ત્યાંથી જતા રહ્યા હતા અને થોડીવાર બાદ કરણ અને અન્ય ઈસમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અર્જુન વસાવા સાથે માથાકૂટ કરી તેને લોખંડનો પંચ અને લાકડીના સપાટા વડે માર માર્યો હતો. જ્યારે બંને ઈસમે મનીષા વસાવાને પણ માર માર્યો હતો. મારામારી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પરિણીતાને દહેજ માટે ત્રાસ આપતાં વસરાવીનાં સાસરિયાં સામે ફરિયાદ
પલસાણા: પલસાણાના હરિપુરાની યુવતીનાં લગ્ન માંગરોળના વસરાવીમાં થયાં હતાં. પરંતુ 10 વર્ષનાં લગ્નજીવન દરમિયાન સાસરિયાંનો ત્રાસ અસહ્ય બનતાં પરિણીતા સાસરિયાંથી વાજ આવી ગઈ હતી. વધુમાં દહેજની માંગણી કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ ત્રણ વિરુદ્ધ સુરત જિલ્લા મહિલા પોલીસમથકમાં દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ આપી હતી. પલસાણાના હરિપુરા ગામે કોળી ફળિયામાં મુનાફ વલી શેખ રહે છે. જેની પુત્રી સાલેહાનાં લગ્ન ગત 22 મે-2012ના રોજ માંગરોળના વસરાવીના રિયાઝ અબ્દુલ કાદર શાહની સાથે થયાં હતાં. લગ્નગાળા દરમિયાન સાલેહાને સંતાનમાં 10 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. લગ્ન બાદ સારી રીતે રહ્યા બાદ છેલ્લાં ત્રણેક વર્ષથી સાલેહાને તેના પતિ મુનાફભાઈને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા.