World

પરફેક્ટ હસબન્ડની શોધમાં મહિલાએ લાગવ્યા આખા શહેરમાં પોસ્ટરો….

મોસ્કો : કહેવાય છે ને કે પ્રેમ અને જંગ માં બધું જ ચાલે રશિયામાં (Russia) પણ કંઈક આવું બન્યું છે. એક મહિલાએ સાચ્ચો પ્રેમ મેળવવા માટે શહેરમાં વિશાળ હોર્ડિંગ્સ (Huge Hoardings) લગડાવ્યા લગાવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે ડેટિંગ એપ્સનો (Dating Apps) ઉપયોગ કરી શકતી નથી. મારિયા મોલોનોવા ઉલાન-ઉડે શહેરની રહેવાસી છે અને તેને બે બાળકો છે. તેણીએ પોતાના માટે પતિ શોધી શકે તેવી આશાએ શહેરના ઘણા વ્યસ્ત ચોક પર હોર્ડિંગ્સ લગાવ્યા છે.હવે તે રાહ જોઈ રહી છે કે તેણીને તેનો પરફેક્ટ મેચ મળી જાય..

આરીતના હોડિગ્સ લાગવા પાછળનું કારણ પણ જાહેર કર્યું
હોર્ડિંગમાં ક્યૂઆર કોડ પણ મૂક્યો છે. આમાં જે પણ તેનો પતિ બનવા માંગે છે તેના પ્રશ્નોના જવાબ આપશે જેથી તે તેનું મૂલ્યાંકન કરી શકે. જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે ‘એક કરોડપતિ પતિની શોધમાં છે.’ પરંતુ તમારા મનમાં એક સવાલ આવી રહ્યો હશે કે તે કોઈ ડેટિંગ એપનો ઉપયોગ કેમ નથી કરતી. હકીકતમાં, જ્યારથી પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી રશિયનો માટે ટિન્ડર સહિતની તમામ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. કારણ કે તે પોતાના કાર્ડથી પેમેન્ટ કરી શકતી નથી.

ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ એક્ટિવ છે
મારિયાના જણાવ્યા પ્રમાણે ‘ડેટિંગ એપ્લિકેશન રશિયા છોડી દીધું છે.અને મારી પાસે જીવન જીવવા માટે હવે કોઈ જગ્યા બચી નથી. અને તે ખરેખર લગ્ન કરવાની ઈચ્છા રાખે છે. મારિયા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણી જ એક્ટિવ છે. તેના 22,000થી વધુ ફોલોઅર્સ છે. કથિત રીતે મારિયાના પોસ્ટરો ઉપર કરાયેલી જાહેરાતે અનેક લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. પણ તેણી એ એ ખુલાસો નથી કર્યો કે અત્યારસુધી તેને પરફેક્ટ મેચ મળ્યો કે કેમ ?

આખા શહેરમાં પોસ્ટરો લાગવા માંગે છે
વધુમાં તેનું કહેવું હતું કે, ડેટિંગ સાઇટ્સ પર સંબંધો બાંધવાનું શક્ય હતું પરંતુ તે હવે રશિયામાં કામ કરતી નથી. તેથી મને મારા હસબન્ડની રાહ જોવામાં બેસી રહેવામાં કોઈ રસ નથી. તેણીએ આગળ કહ્યું, ‘હું આખા શહેરમાં બેનરો લગાવવા માંગુ છું અને જો હું નસીબદાર હોવ તો હું ખરેખર એકે પરફેક્ટ હસબન્ડને મેળવીશ’.

પતિ નહીં મળવાનું ઠીકરું તેને પુતિનના માથે ફોડ્યું
હાલ રશિયામાં યુદ્ધની સ્થિતિ યાથવત છે જેને લઇને મારિયા કોઈ પણ પ્રકારની ડેટિંગ એપનો ઉપયોગ નથી કરી સકતી. આ સ્થિત યુદ્ધ વખતની ચાલી રહી છે.જયારે પુતિને યુક્રેન ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારથી જ મોટા ભાગની ડેટિંગ એપો લગબાગ બંધ થઇ ગઈ છે જેને લીધે તે મુંઝવણ અનુભાઈ રહી હતી.હવે જોવું રહ્યું કે તેને કેટલા વખતમાં તેનો જીવન સાથી મળી જાય છે..

Most Popular

To Top