Sports

ઈંગ્લેન્ડનો સપાટો: પાકિસ્તાને રોમાંચક ટેસ્ટ મેચમાં તેના ઘરઆંગણે જ ધૂળ ચટાડી

રાવલપિંડી : (Rawalpindi) પાકિસ્તાનની મેઝબાન બનેલી ઈંગ્લેન્ડની (England) ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટેસ્ટ મેચમાં જ પાકિસ્તાનને (Pakistan) 74 રનથી હરાવીને ધૂળ ચટાવી હતી. આ જીત સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચ રાવલપિંડીમાં રમાય રહી છે. આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ હતો પરંતુ મેચના અંતિમ દિવસના અંતિમ સેશનમાં તેનો બીજો દાવ 268 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. આ પહેલા તેણે છેલ્લી વખત વર્ષ 2000માં કરાચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું. હવે પછી બાકીની ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 9 ડિસેમ્બરથી મુલ્તાનમાં રમાશે.

  • ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને હરાવ્યું
  • પાકિસ્તાનને 74 રનથી હરાવીને ધૂળ ચટાવી હતી
  • આ જીત સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી

મેચમાં એક સમયે ઘણી રોમાંચિત મોડ ઉપર હતી
આ મેચ માટે પાકિસ્તાનના ખેલાડીઓ દ્વારા બીજી ઈનિંગમાં સઈદ શકીલે 76 રન કરીને શાનદાર ઈનિંગ રમી ગયો હતો. તો બીજી બાજુ ઇમામ-ઉલ-હકે 48 અને વિકેટ કીપર મોહમ્મદ રિઝવાને 46 રનનું યોગદાન આપ્યું હતું. મેચનો રોમાંચ ઉપર એક નજર કરીએ તો પાકિસ્તાનની ટીમ એક સમયે પાંચ વિકેટે 259 રન બનાવીને જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ આગા સલમાનના 30 રન અને અઝહર અલીના 40 રનની વિકેટે પાકિસ્તાનની આશા તોડી નાખી હતી. બીજી ઈનિંગમાં બાબર આઝમ 4 રન કરીને નિષ્ફ્ળ જતા પાકિસ્તાનની ઉમીદો ઉપર પાણી ફરી વળ્યું હતું.

ઈંગ્લેન્ડને 78 રનની લીડ મળી હતી
આખી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 657 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે સૌથી વધુ 116 બોલમાં 153 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેક ક્રોલીએ 122, ઓલી પોપે 108 અને બેન ડકેટે 107 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી ઝાહિદ મહમૂદે ચાર અને નસીમ શાહે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ટીમે પણ વળતો પ્રહાર કર્યો અને પોતાની પ્રથમ ઇનિંગમાં 579 રન બનાવ્યા.

Most Popular

To Top