વડોદરા: કારેલીબાગ વિસ્તાનાર આનંદનગર રોડ પર ભારત મોટર સ્કૂલ સેન્ટરના સંચાલકે 18 વર્ષીય યુવતીને કારમાં શરીર પર હાથ ફેરવીને શારીરિક છેડતી કરી હતી. જેથી યુવતીએ છેડછાડ કરવાની ના પાડવા છતાં સંચાલકને તેની હરકતથી વાજ આવ્યો ન હતો. જેથી યુવતીએ આખરે પ્રતિકાર કરતા ઓફિસે ગાડી લઇ આવતા યુવતી ઘરે જતી રહી હતી. માતા સામે રડવા લાગેલી યુવતીને પૂછતા યુવતીએ સંચાલકે તેની સાથે બીભત્સ વર્તન કરી છેડતી કરી હતી. જેથી માતાએ યુવતી સાથે જઇને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી.
કારેલીબાગમાં આનંદનગર રોડ પર ભારત મોટર ટ્રેનિંગ સ્કૂલ આવેલી છે. જેના સંચાલક તરીકે ધર્મેન્દ્ર હર્ષદ શાહ છે. જેને લોકોને ફોર વ્હીલ ગાડી શીખવાડે છે. ભારત મોટર ટ્રેનિંગ સ્કૂલમાં 18 વર્ષની યુવતી છેલ્લા 15-17 દિવસથી ડ્રાઇવિંગ શીખવા આવતી હતી.અગાઉ પણ ધર્મેન્દ્ર શાહ તેણીને ફોરવ્હીલ શીખાડવા માટે લઇ ગયો હતો અને પરત તેઓ્ની ઓફિસ આગળ યુવતીને નીચે ઉતારતો હતો તે વેળાએ સંચાલકે તેણીના શરીરને અડપલા કર્યા હતા. પરંતુ યુવતી ગભરાઇ જતી રહી હતી અને કોઇ જણાવ્યું ન હતું.
3 ડિસેમ્બરે સવારે યુવતી સેન્ટરમાં ફોરવ્હીલ ગાડી શીખવા માટે આવી હતી. ત્યારે સંચાલકને તેને ગાડી શીખવા માટે સમા વિસ્તારની સુમસામ જગ્યા પર ગાડી લઇ ગયો હતો. યુવતીની એકલતાનો લાભ લઇને સંચાલકે પોતાના ગાલ આગળ કરીને યુવતીને કીસ કરવા દબાણ કર્યું હતું. જોકે યુવતીએ તેમ કરવાની ના પાડતા સંચાલકે તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી. યુવતી ના પાડવા છતાં સંચાલકને શારીરિક છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથીને સંચાલકને આગળની વધવાની ના પાડતા સંચાલકે ગાડી તુરંત ઓફિસે લઇ આવ્યા હતા. ત્યારે ગભરાઇને યુવતી ઘરે જઇને રડવા લાગી હતી. જેથી માતાએ રડવાનું કારણ પૂછતા તમામ હકીકત તેણીએ પોતાના માતાને તમામ હકીકતથી વાકેફ કર્યા હતા. જેથી માતાએ યુવતીને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લઇને મોટર ટ્રેનિંગ સ્કૂલના સંચાલક સામે શારીરિક છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે એકશનમાં આવી ગણતરીના કલાકોમાં જ ધર્મેન્દ્ર હર્ષદ શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંચાલક સામે કડક કાર્યવાહીની યુવતી સહિતનાની માંગ
શહેરમાં ચાલતા મોટર ટ્રેનિંગ સેન્ટરોમાં લોકો વાહનો શીખવા માટે જતા હોય છે. જેમાં પુરૂષ સહિત મહિલાઓ અને યુવતીઓ ડ્રાઇવિંગ શીખ્યા બાદ ફોર વ્હીલરના લાઇસન્સ માટે કાર્યવાહી કરતા હોય છે. પરંતુ આ રીતે કારમાં એકલી યુવતીનો ફાયદો ઉઠાવીને છેડતી કરાતા સમગ્ર પંથકમાં ચકચાર જવા પામી છે. જેથી પોલીસે આ સંચાલકને સબક શીખવાડવા માટે કડક કાર્યવાહી કરાય તેવી ભોગ બનનાર સહિતના લોકોની માંગણી ઉઠી છે.
30 નવેમ્બરે યુવતીના શરીર પર હાથ ફેરવ્યો હતો
18 વર્ષીય યુવતી તાજેતરમાં મેડિકલમાં એડમિશન માટે ઓનલાઇન અરજી કરીછે. છેલ્લા 17 દિવસથી મોટર ટ્રેનિંગ સેન્ટરમાં સંચાલક ધર્મેન્દ્ર પાસે ફોર વ્હીલ શીખવા માટે આવતી હતી. યુવતીને પ્રથમ દિવસથી જોઇને સંચાલકમાં મનમાં કીડો સળવળવા લાગ્યો હતો. 30 નવેમ્બરે પણ યુવતીને ડ્રાઇવિંગ શીખવાડ્યા બાદ નીચે ઉતારતી વેળા સંચાલકે યુવતીને શરીર તથા ગાલ પર હાથ ફેરવી છેડતી કરી હતી. પરંતુ તેણે કોઇને જાણ કરી ન હતી.