Vadodara

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની કહી એચઆર યુવક પાસેથી ભેજાબોજોએ 1.41 લાખ પડાવ્યાં

રોકાણ કરવા બહાને તરસાલી વિસ્તારના રહેતા સિનિયર એચઆર ફરજ બજાવતા યુવક સાથે 1.41 લાખ ભેજાબાજોએ પડાવી લીધા હતા. યુવકને પોતાની સાથે છેતરપિંડી થઇહોવાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ભેજાબાજો સામે ફરિયાદ નોધાવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રાજદીપ કોમ્પલેક્ષ પાછળ કોલરવુર્ડમાં રહેતા ભાવેશભાઇ શરદભાઇ ઢાકે (ઉંવ.31) વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી ગ્રો મેક્સ કંપનીમાં સિનિયર એચઆર તરીકે નોકરી કરે છે. તેમનો ઇન્સ્ટાગ્રામ પર દર્શના પટેલના સાથે સંપર્ક થયો હતો.

જેથી બંને એકબીજા સાથે ચેટિંગ કરતા હતા. દરમિાયન દર્શના પટેલે યુવકને ક્રિપ્ટો કરન્સીમાં  ઇન્વેસ્ટ કરવા માટે ચેટિંગ કરી જણાવ્યું હતું કે જો તેમ રૂા. 10 હજારનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશો તો તમને 80થી 90 હજારનો પ્રોફિટ થશે તેમ જણાવતા તેમણે ગુગલ પે પરથી પેમેન્ટ કરી શકો છો તેમ જણાવી ગુગલ સ્કેનર કોડ મોકલ્યો હતો. જેથી યુવકે ગુગલ પૈથી રૂા. 10 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સામાવાળાએ યુવકના ઇન્સ્ટાગ્રામ પર એક લિંક મોકલી લોગિન કરવા જણાવ્યું હતું. જેથી તેઓ તેમાં લોગિન કરતા વેબસાઇટમાં ક્રિપ્ટોમાં જે કરશો તેનો પ્રોફિટ અને લોશ આ સાઇટમાં દેખાતો હતો.

જેથી યુવકે 10 હજાર રોકાણ કર્યા હતા. તેનો પ્રોફિટ તેને છ કલાક પછી 700 ડોલર બતાવતો હતો. જેથી તેમને સામાવાળા ભેજાબાજ પર વિશ્વાસ આવ્યો હતો. જેથી તેઓ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા પ્રયાસ કર્યો પણ થયા ન હતા અને એકાઉન્ટ અપડેટની એરર આવતી હતી. જેથી યુવકે સામવાળા સાથે વાત કરતા તેણે પ્રોફિટના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે તમને વધુ રૂપિયા ભરવા કરવા પડશે જેમાં તમને 1500 ડોલરનો પ્રોફિટ મળશે તેમ કહેતા 29 ઓક્ટોબરે ગુગલ પેથી 28 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આમ કરીને ભજાબાજે યુવકને હવે પિન જનરેટ કરવો પડશે તેમ કહી કુલ 1.41 લાખના યુવક પાસેથી પડાવી લીધાહતા. જેથી યુવકો પોતાના સાથે છેતરપિંડીની થઇ હોવાની માલુમ પડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top