વડોદરા: વડોદરા પાસે આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી. મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે ચૂંટણીમાં વ્યસ્ત તંત્ર વધુ એક વખત દોડતું થયું છે.
વડોદરા પાસે આવેલા રાયપુરામાં આયોજિત લગ્નપ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોને ફૂડપોઈઝનિંગની અસર થતા પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે મોટાભાગના અસરગ્રસ્તોને પ્રથમ સ્થાનિક PHC સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તમામને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે 108 ઇમરજન્સીના કર્મી નિલેશ પરમારે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને પાદરા હેલ્થ સેન્ટર પર પેશન્ટ લઈ ગયા હતા. ત્યાંથી અમે અમારા સર નવા જાણ કરી. પછી અમે પેશન્ટને વડોદરા ગોત્રી હોસ્પિટલ લઈ આવ્યા. રાયપુરથી દર્દીઓને અહીંયા શિફ્ટ કર્યા. 108માં પેશન્ટને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
તમામ પેશન્ટ જાગૃત અવસ્થામાં છે. 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો અસરગ્રસ્ત થયા છે.ફૂડપોઈઝનિંગની અસર થયાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અતુલ ગોર ગોત્રી મેડિકલ કોલેજમાં દોડી આવ્યા હતા.લગ્નપ્રસંગ નિમિત્તે જમણવારનો એક કાર્યક્રમ હતો.જે બાદ જમનારાઓને પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી.ઘટનાની જાણ થતાં જ તંત્ર સતર્ક થઈ ગયું છે.ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસરની આગેવાની હેઠળ ડોકટરોની ટિમ લોકોને તપાસી રહી છે.તમામ દર્દીઓ સ્થિર છે. ગોત્રી હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ રીફર કરાયા છે.પહેલા ફૂડપોઈઝનિંગથી અસરગ્રસ્તોનો અંક 100 મનાતો હતો જે 200 એ પહોંચ્યો છે. 10 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. કોઈ ગંભીર નથી.
કલેકટર અને TDOએ મધ્યરાત્રિના બે વાગે ગામની મુલાકાત લીધી
વડોદરા: ભાયલી પાસેના રાઇપુરા ગામે ગઈ મધ્યરાત્રિએ લગ્નના ભોજન સમારંભમાં દૂષિત ખોરાકની અસર થી 200 જેટલા લોકોને અસર થઈ હતી.ઉપલબ્ધ જાણકારી અનુસાર આ ભોજન સમારંભમાં 2500 જેટલા લોકો આમંત્રિત હતા.
આરોગ્ય તંત્ર દ્વારા આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેકટર શ્રી અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ મધ્ય રાત્રિના બે વાગે ઘટના સ્થળે પહોંચીને આરોગ્ય તંત્ર સાથે પરિસ્થિતિની સમીક્ષા કરીને અસરગ્રસ્તો ને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યાં હતા.મતદાન માટેની પૂર્વ તૈયારીઓ ની વ્યસ્તતા વચ્ચે આ ઘટના ઘટવા છતાં તાત્કાલિક અસરકારક આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
આરોગ્ય ટીમ દ્વારા ગામની શાળામાં કેમ્પ શરૂ કરીને અસર પામેલાઓને ત્વરિત જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.અંદાજે 200 જેટલા લોકો ને દૂષિત ખોરાકથી આરોગ્ય વિષયક મુશ્કેલી જણાઈ હતી.આ પૈકી વધુ સારવારની જરૂર વાળા 45 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે અન્યને સ્થળ સારવાર આપવામાં આવી હતી.આરોગ્ય ટીમ દ્વારા ઘેર ઘેર ફરીને અસર પામેલાઓ ની શોધ સર્વે કરવામાં અવી રહ્યો છે.હાલમાં લગભગ તમામ અસર પામેલાઓ ની હાલત સ્થિર છે.નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને કલેકટર કચેરી ની ટીમ વિસ્તારના મામલતદાર અને તંત્રને સતત દોરવણી આપી રહી છે.