સુરત: (Surat) શહેરમાં થોડા સમય પહેલા ઓનલાઈન છેતરપિંડીનો (Fraud) ભોગ બનેલા બે કિસ્સામાં સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે (Police) રૂપિયા પરત અપાવ્યા હતા. ઓનલાઈન ફ્રોસ્ટર દ્વારા એસબીઆઇ બેન્કના (SBI Bank) ક્રેડિટ કાર્ડ (Credit Card) ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી બેંકના ખાતેદાર પાસેથી 96 હજારથી વધુ શેરવી લીધા હતા. તો બીજા કિસ્સામાં જીઈબીમાંથી (GEB) બોલતા હોવાની ખોટી ઓળખ આપી બીલ (Bill) ભરપાઈ કરવાના બહાને 10 હજાર સેરવી લીધા હતા. આ બંને કેસમાં સાયબર પોલીસે રૂપિયા પરત અપાવ્યા હતા.
- એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટની ઓળખ આપી 96 હજાર અને જીઈબીના નામે 10 હજાર સેરવી લેવાયા હતા
- સાયબર ક્રાઈમ પોલીસે છેતરપિંડીના બે કિસ્સામાં ભોગ બનનારાઓને રૂપિયા પરત અપાવ્યા
- ક્રેડિટ કાર્ડની લિમિટ તથા વેલીડીટી વધારવા માટે સ્પેશ્યલ ઓફર વિશે જણાવ્યું હતું
ઉધના બીઆરસી ખાતે રાજેશ્વર પ્લાઝામાં રહેતા દિનેશકુમાર પ્રસાદ એસબીઆઇ બેન્કનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. મને એસબીઆઈ બેંકના નામે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને તેણે દિનેશભાઈને એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલતા હોવાનું કહીને ક્રેડિટ કાર્ડની લિમિટ તથા વેલીડીટી વધારવા માટે સ્પેશ્યલ ઓફર વિશે જણાવ્યું હતું. અને તેની વાતમાં આવીને દિનેશભાઈએ એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરતા આવેલી લિંક ઓપન કરતા થોડા જ સમયમાં દિનેશભાઈના એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 96,999 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરતા 96 હજાર પોલીસે પરત અપાવ્યા હતા.
બીજા કિસ્સામાં પાલનપુર પાટિયા ખાતે રહેતા ભૂમિકાબેન એન્જિનિયરને ફ્રોસ્ટર દ્વારા અજાણ્યા મોબાઈલ નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. મેસેજમાં તમારા પાછલા મહિનાનું ઇલેક્ટ્રિક સીટીનું બિલ ભરવાનું બાકી છે. જેથી અમે તમારું વીજ જોડાણ રાત્રે 9:30 વાગે કાપી નાખીશું. જેથી આ મેસેજ જોઈ ગભરાઈ ગયેલા ભૂમિકાબેને મેસેજમાં આવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા સામે જીઇબીમાંથી બોલું છું તેવી ઓળખ આપી હતી. ત્યારબાદ ભૂમિકાબેનના મોબાઈલ નંબર પર લિંક મોકલી તેના માધ્યમથી રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવા કહ્યું હતું. ભૂમિકાબેન દ્વારા પોતાના ક્રેડિટ કાર્ડની વિગતો સબમીટ કરતા તેના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 10 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ રૂપિયા પણ પરત અપાવ્યા હતા.