નવી દિલ્હી: FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) રાષ્ટ્રનું નેતૃત્વ કરનારી નોરા ફતેહીએ (Nora Fatehi) પોતાના ડાન્સથી (Dance) વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નોરા ફતેહી આખરે જેનિફર લોપેઝ અને શકીરાની હરોળમાં જોડાઈ ગઈ છે. રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારી તે એકમાત્ર ભારતીય (Indian) અભિનેત્રી છે. પરંતુ ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મન્સ દરમિયાન એક્ટ્રેસથી એક ભૂલ થઈ ગઈ હતી.
ફિફા વર્લ્ડ કપના કાર્યક્રમમાં નોરાએ જોરદાર ડાન્સ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું અને ત્યાર બાદ નોરાએ હાથમાં ત્રિરંગો લઈને જય હિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેણે ફેન્સને પણ જય હિંદના નારા લગાવવા માટે કહ્યું હતું. તેના કહ્યા બાદ તમામ દર્શકોએ તેની સાથે જય હિંદના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં નોરાએ આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં ભારતીયોને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ ઉત્સાહમાં આવીને નોરાએ ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ અગાઉ નોરોનું નામ મની લોન્ડિંગ કેસમાં પણ આવી ચૂક્યું છે.
નોરાની આ ભૂલનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નોરો દર્શકોને જણાવી રહી છે કે ભારત ચોક્કસપણે ફિફા વર્લ્ડ કપનો ભાદ નથી, પરંતપં ભારતીયોમાં ઉત્સાહની કમી નથી, અને આ દરમિયાન એક્ટ્રેસ ઊંધો ધ્વજ ફરકાવવા લાગી હતી. નોરાના આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણાં ગીતો પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નોરાનો ડ્રેસ પણ બન્યો આકર્ષકણનું કેન્દ્ર
નોરાએ તેના પરફોર્મન્સ દરમિયાન ચમકદાર ડ્રેસ પહેર્યો હતો. નોરાએ બોલિવૂડ નંબર અને સત્તાવાર ફિફા વર્લ્ડ કપ રાષ્ટ્રગીત ‘લાઇટ ધ સ્કાય’ સહિત અનેક ગીતો પર ડાન્સ કર્યો. નોરાની ઘણી ફેન ફોલોવિંગ છે, જ્યાં તેને જોવા માટે વર્લ્ડ કપમાં લોકો ઉમટી પડ્યા હતા. નોરા ફતેહીએ ફિફા ફેન ફેસ્ટ ઇવેન્ટમાં ઓ સાકી સાકી, નચ મેરી રાની અને અન્ય બોલિવૂડ ગીતો પર તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સ સાથે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં આખી દુનિયામાં ફિફા વર્લ્ડ કપ 2022નો ફિવર છવાયેલો છે. પ્રદર્શનથી નોરા ફતેહી પણ સ્ટેડિયમમાં મેચ એન્જોય કરતી જોવા મળી હતી. તે ફીફાનું રાષ્ટ્રગીત ગાતી હતી અને તેના પર ડાન્સ પણ કરી રહી હતી. 2022 ફિફા વર્લ્ડ કપ 20 નવેમ્બરના રોજ કતારમાં શરૂ થયો હતો. આ ઇવેન્ટ 18 ડિસેમ્બર 2022 સુધી ચાલશે.