નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) થયેલા શ્રદ્ધ મર્ડર કેસે (Shraddha Murder case) દેશમાં ચકચાર મચાવી દીધો છે. શ્રદ્ધાનો આરોપી પાસેથી રોજ નવા નવા ખુલાસાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે આરોપી આફતાબને પોલીગ્રાફી ટેસ્ટ (Polygraphy test) માટે લઈ જવામાં આવ્યો હતો. આરોપી આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. હવે 1 ડિસેમ્બરના રોજ આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. અધિકારીઓ પાસે જાણવા મળ્યું છે શ્રદ્ધાની હત્યાનો આફતાબને કોઈ અફસોસ નથી.
હા મેં શ્રદ્ધાની હત્યા કરી….
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબે પોલીગ્રાફી ટેસ્ટમાં ગુના કબૂલતા કહ્યું કે મેં જ શ્રદ્ધાની હત્યા કરી હતી. પરંતુ હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર આફતાબને શ્રદ્ધાની હત્યાનો કોઈ અફસોસ નથી. આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવનાર ફોરેન્સિક અધિકારીઓ પાસેથી આ માહિતી સામે આવી છે. આફતાબે અનેક યુવતીઓ સાથે સંબંધો હોવાની કબૂલાત પણ કરી છે. એટલું જ નહીં, પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન તેણે એ પણ સ્વીકાર્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ લાશના ટુકડા જંગલમાં ફેંકી દીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આફતાબનું વર્તન એકદમ સામાન્ય હતું. આફતાબે કહ્યું કે તે પોલીસને બધુ જ જણાવી ચૂક્યો છે. હવે નિષ્ણાતો આફતાબના પોલીગ્રાફી ટેસ્ટનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. તપાસ અધિકારીને રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટથી પોલીસને તપાસમાં મદદ મળવાની આશા છે.
1ના રોજ આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
આફતાબનો નાર્કો ટેસ્ટ 1 ડિસેમ્બરે થવાનો છે. નાર્કો ટેસ્ટ પહેલા આફતાબનો પ્રી-મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રિ મેડિકલ ટેસ્ટ માત્ર FSL લેબમાં જ કરવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ આજે આવશે. તમને જણાવી દઈએ કે આંબેડકર હોસ્પિટલમાં આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી
આફતાબ પર 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. શ્રદ્ધા આફતાબની ગર્લફ્રેન્ડ હતી. બંને મુંબઈના રહેવાસી હતા. અહીં વસઈમાં બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યાર બાદ બંનેએ દિલ્હીમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. બંને 8 મેથી દિલ્હીના મેહરૌલીમાં લિવ-ઈન ફ્લેટમાં રહેતા હતા. 18 મેના રોજ શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી આફતાબે તેની હત્યા કરી નાખી. આ પછી આફતાબે તેની લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે મૃતદેહનો ટુકડો ફેંકવા માટે મહેરૌલીના જંગલમાં જતો હતો. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી.
શ્રદ્ધા આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. જેના કારણે આફતાબ ગુસ્સે ભરાયો હતો અને શ્રદ્ધાને નિર્દયતાથી હત્યા કરી હતી. આફતાબના વલણ અને મારપીટથી શ્રદ્ધા કંટાળી ગઈ હતી. આવી સ્થિતિમાં તેણે આફતાબથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. 3-4 મેના રોજ શ્રદ્ધાએ પણ અલગ થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આફતાબને આ પસંદ ન આવ્યું અને તેણે શ્રદ્ધાને મારી નાખી. જો કે, આ પહેલા આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, આ સ્થિતિમાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી.